નવલખી બંદર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ

0
23


નવલખી બંદર ખાતે મરીન ઓપરેશન તાત્કાલિક અસરથી બંધ નવલખી બંદર ખાતે ૮ નંબરનું સીગ્નલ લગાવાયુ

ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકના નવલખી બંદર ખાતે અરબ સાગ૨માં સર્જાયેલ હવાનું હળવું દબાણ “TAUKTEA-21″ નામના વાવાઝોડામાં પરિવર્તિત થઈને ત્રાટકવાની સંભાવનાને ધ્યાને લઈ નવલખી બંદર ખાતે આવતી તમામ શીપ (સ્ટીમરો) સલામતી સ્થળે મોકલવામાં આવેલ છે. તેમજ નવલખી બંદર ખાતે મરીન ઓપરેશન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવેલ છે.

બંદર માં અવર – જવર કરતા તમામ વાહનો / જાહેર જનતાનો બંદર પ્રવેશ નિષેધ ક૨વામાં આવેલ છે. વાવાઝોડામાં ભારે પવન ફૂંકાવાના કારણે ટગ/બાર્જીસોને પણ સલામત સ્થળે મોકલવાનો આદેશ આપવામાં આવેલ છે. વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને લઈને ઈમરજન્સી સર્જાય તેવી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તકનાં નવલખી બંદર વીટીએમએસ ખાતે ઈમરજન્સી કેન્ટ્રોલ રૂમ ૨૪x૭ કલાકે શરૂ કરવામાં આવેલ છે. તેમજ અધિકારી/કર્મચારીઓની ક્વીક રીસ્પોન્સ ટીમ બનાવીને મોરબી કચેરી ખાતે પણ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં નવલખી બંદર ખાતે ૮ નંબરનું સીગ્નલ લગાવવામાં આવેલ છે.

 source https://vatsalyanews.com/2021/05/17/naval-port-equipped-to-meet-all-situations/

source https://vatsalyanews.com/2021/05/17/naval-port-equipped-to-meet-all-situations-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here