દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં પોલીસે એક મકાનમાં ઓચિંતી તપાસ કરતાં એક વાછરડું કપાયેલી હાલતમાં મળી

0
35રિપોર્ટર.

અજય.સાંસી

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં આજરોજ પોલીસે એક મકાનમાં ઓચિંતી તપાસ કરતાં એક વાછરડું કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું જ્યારે એક જીવીત મળી આવતાં તેને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યું હતું. પોલીસને આવતી જાેઈ ઘરધણી નાસી જવામાં સફળ રહ્યો હતો

દાહોદ ગૌરક્ષક ટીમને મળેલ બાતમીના આધારે દાહોદ શહેર પોલીસને જાણ કરી સંયુક્ત ટીમે આજરોજ સવારના સમયે દાહોદ શહેરના કસ્બા વિસ્તાર ખાતે આવેલ એક રહેણાંક મકાનમાં ઓંચિતો છાપો મારતાં ગુલામગોશ ઉર્ફે (વકીલ) અબ્દુલ રજાક કુરેશી પોલીસને જાેઈ નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે અને ગૌરક્ષકોની ટીમે મકાનની તલાસી લેતાં તેમાંથી એક વાછરડું કપાયેલી હાલતમાં મળી આવ્યું હતું જ્યારે એક જીવીત વાછરડાને બચાવી લઈ તેને નજીકની ગૌશાળા ખાતે મોકલી આપ્યું હતું. આ સંબંધે જાણવા મળ્યા અનુસાર, દાહોદ શહેર પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here