કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ લેતાં શરીરમાં શું થાય છે જુઓ સરકારે કર્યો ખુલાસો

0
141

આ માહિતી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની રાષ્ટ્રીય એઈએફઆઈ સમિતીની રિપોર્ટમાં આપવામા આવી છે કે વેક્સિનની આડઅસરને કારણે થતી બ્લડ ક્લોટિંગની સમસ્યાના કેસ ભારતમાં અંદાજ અનુસાર ઘણા ઓછા મળ્યા છે.

સમિતીએ જણાવ્યું કે, કોવિશીલ્ડનો ડોઝ લીધા બાદ દેશમાં અત્યારસુધી બ્લડ ક્લૉટિંગના માત્ર 26 કેસ સામે આવ્યા છે. જ્યારે કોવેક્સિનને કારણે આવો એક પણ કેસ સમિતી સમક્ષ આવ્યો નથી. મંત્રાલયે કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકો માટે એડવાઈઝરી જાહેર કરી અને જણાવ્યું કે, કોવિશીલ્ડ વેક્સિનનો ડોઝ લીધાના 20 દિવસમાં કોઈ સમસ્યા થાય તો વેક્સિનેશન સેન્ટર પર પહોંચી જાણ કરે.

ભારતમાં કોવિન પર 23 હજાર જેટલી આડઅસરની ફરિયાદ મળી હતી. જેમાંથી માત્ર 700 ઘટના ગંભીર કે ગંભીર સ્વરૂપની હોવાનું સામે આવ્યું હતું. જેમાંથી 498 ફરિયાદોની સમીક્ષા કરવામાં આવી અને તેમાંથી માત્ર 26 માં બ્લડ ક્લોટિંગની સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે.

source https://vatsalyanews.com/2021/05/17/see-what-happens-to-the-body-when-taking-a-dose-of-covishield-vaccine-the-government-has-revealed/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here