મોરબીનો યુવાન અમદાવાદ કહ્યાનું ઘરેથી નીકળી પરત ન આવતા ફરિયાદ નોંધાઇ

0
30હેવાલ:ઘનશ્યામ પેડવા

માહિતી બ્યુરો, મોરબી

યુવાનની જાણ થાય તો પોલીસ સ્ટેશને જાણ કરવા અનુરોધ

મોરબી રવાપર ગામના સાનીધ્યપાર્ક સોસાયટી, મારૂતી એપાર્ટમેન્ટની સામે રહેતા લલીતભાઈ અરૂણભાઇ ઠોરીયા ઉ.વ. ૩૬ રહે, ગત તા.૦૯-૦૫-૨૦૨૧ ના રોજ અમદાવાદ કામથી જવાનુ કહીને નીકળી ગયેલ હતા ત્યાબાદ ઘરે પરત આવેલ ન હોય મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને તા.૧૧/૦૫/૨૦૨૧ ના ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસ સ્ટેશનમાં થયેલ ફરિયાદ અનુસાર ગુમ થનારના સગાસંબંધીઓ દ્વારા અમદાવાદ તપાસ કરતા અમદાવાદ એસ.જી. હાઇવે રાજપથની સામે સર્વીસ રોડ પરથી ગુમ થનાર લલીતભાઈ અરૂણભાઈ ઠોરીયા ની જી.જે.૩૬-એફ.૧૭૭૫ વાળી કાર તેમજ કારમાંથી તેમનો મોબાઈલ મળી આવેલ છે અને ગુમ થનાર મળી આવીલ નથી.

ગુમ થયેલ વ્યક્તિએ શરીરે બ્લૂ કલર નું પેન્ટ તથા ભૂખરા કલરનું ટી શર્ટ પહેરેલ છે. ચહેરો લંબગોળ છે, વાને ઘઉંવર્ણ શરીરે મજબૂત છે. જે કોય ને આવી વ્યક્તી દેખાય તો તેઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર ૦૨૮૨૨-૨૩૦૧૮૮ પર જાણ કરવા જણાવાયું છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here