નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિત કુલ-૪૮૦ જેટલા સેન્ટ્રલી ઓક્સિજન લાઇન વાળા બેડ ઉપલબ્ધ

0
27નર્મદા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલ સહિત કુલ-૪૮૦ જેટલા સેન્ટ્રલી ઓક્સિજન લાઇન વાળા બેડ ઉપલબ્ધ

કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છ -એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપ

રાજપીપલા : જુનેદ ખત્રી

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનૃલક્ષીને રાજપીપલામાં સરકારી આયુર્વેદ કોલેજ ખાતે કાર્યરત કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા-૨૦૦ બેડ, ખાનગી હોસ્પિટલ ખાતે-૧૨૦ બેડ, તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦, સાગબારાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦, ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે-૪૦ અને  તિલકવાડા  સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે-૪૦ સહિત કુલ-૪૮૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પુરવઠો અવિરત પૂરો પાડવાની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ. આર.એસ.કશ્યપે જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટર ડી.એ. શાહની સૂચના અન્વયે સાગબારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦ બેડ  અને તિલકવાડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે-૪૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે તેની સાથોસાથ સાગબારા અને તિલકવડા ખાતે ૪૦ જેટલાં જમ્બો ઓક્સિજન સિલીન્ડર પણ પુરા પાડવામાં આવ્યાં છે. ગરૂડેશ્વર અને દેડીયાપાડાની સબ-ડિસ્ટ્રક્ટ હોસ્પિટલ ખાતે ૪૦ જેટલા બેડને સેન્ટ્રલી ઓક્સિજન લાઇન દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે. તેની સાથોસાથ  દેડીયાપાડા  અને ગરૂડેશ્વર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ૬૦ જેટલાં જમ્બો ઓક્સિજન સિલીન્ડર પણ પુરા પડાયાં છે. કોવિડ-૧૯ ની ત્રીજી લહેરને  ધ્યાને રાખીને તમામ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, જેથી કોઇ પણ દરદીને સમયસર ઓક્સિજન મળી રહેશે, તેમ પણ ડૉ.કશ્યપે ઉમેર્યું હતLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here