હાલોલ:પોલીસ વિભાગમાં ફરજ બજાવતા આશિષ પટેલનુ કોરોનાથી નિધન થતા ગાર્ડ ઓફ ઓનર અપાયા

0
23
પંચમહાલ.હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી

પંચમહાલ જીલ્લા પોલીસમા હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ પટેલનુ હાલોલના તાજપુરા ખાતે કોવિડ સેન્ટર ખાતે નિધન થયુ હતૂં.તેઓ કોરોના વાયરસનો વાયરસનો ભોગ બન્યા હતા.
તેમને હાલોલ ગ્રામ્ય પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યુ હતુ.

પંચમહાલ જીલ્લામાં કોરોના વાયરસ કહેર વરસાવી રહ્યો છે.જેમા પોલીસ કર્મચારીઓ પણ બની રહ્યા છે.પંચમહાલ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ આશિષ કુમાર પટેલનુ કોરોનાથી નિધન થયૂ હતૂ.શહેરા તાલુકાના મીઠાલી ગામના વતની આશિષ પટેલ ૨૦૦૯ની સાલથી ગૂજરાત પોલીસમાં જોડાયા હતા.તેઓ ગોધરા બી ડિવીઝન,દામાવાવ પોલીસ મથક,જાંબૂઘોડા પોલીસ મથકમાં ફરજ બજાવી હતી.તેઓ કોરોના વાયરસનો ભોગ બન્યા હતા.તેમને હાલોલ પાસેના તાજપુરા ખાતેના કોવિડ સેન્ટર ખાતે દાખલ કરવામા આવ્યા હતા.પાછલા ત્રણ દિવસથી તેઓ આઈસી યુ માં હતા.હાલોલ ગ્રામ્ય પીઆઈ તેમજ સ્ટાફે કોવિડ હોસ્પિટલ ખાતે ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામા આવી હતી.તેઓ પત્નિ, પુત્રીઓ ,તેમના એક માસના પુત્રને વિલાપ કરતા મૂકી ગયા હતા.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here