ડાંગ જિલ્લામાં કોરોના રિકવરી રેટ વધ્યું આજે 10 દર્દીઓને રજા અપાઈ નવા 6 કેસ સાથે એક્ટિવ આંક 48 પર પહોચ્યો

0
77<span;>ડાંગ:- મદન વૈષ્ણવ

<span;>પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હાલમાં મે મહિનાનાં 20 તારીખ સુધીમાં કોરોનાનાં સંક્રમણ અને મૃત્યુદરમાં નોંધપાત્ર એવો ઘટાડો નોંધાતા ડાંગ જિલ્લા વહીવટી તંત્ર સહિત ડાંગી જનજીવને હાશકારો અનુભવ્યો છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ ડી.સી.ગામીતનાં જણાવ્યા અનુસાર આજરોજ જિલ્લામાં નવા 06 પોઝીટીવ કેસો નોંધાયા છે.ડાંગ જિલ્લામાં આજરોજ આહવાનો 43 વર્ષીય પુરૂષ,શિવારીમાળની 65 વર્ષીય વૃદ્ધ,રંભાસનો 59 વર્ષીય વૃદ્ધ,નડગખાદીનો 35 વર્ષીય પુરૂષ,સોડમાળની 61 વર્ષીય વૃધ્ધા અને 35 વર્ષીય યુવાનનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 650 પર પોહચ્યો છે.જેમાંથી 602 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે.જ્યારે આજરોજ 10 દર્દીઓને રજા અપાતા હાલમાં 48 દર્દીઓ એક્ટિવ હોય જે સારવાર હેઠળ છે..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here