ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નાં હોદ્દેદારો જિ. પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષની શુભેક્ષા મુલાકાત લીધી

0
56ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ નાં હોદેદારોએ નવનિયુક્ત જિલ્લા પંચાયતનાં શિક્ષણ સમિતિનાં અધ્યક્ષની શુભેચ્છા મુલાકાત લઈ પ્રાથમિક શિક્ષણનાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી…

પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં નવનિયુક્ત હોદ્દેદારોએ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ તરીકે નિમણૂક પામેલ નીલમબેન ચૌધરીની મુલાકાત લઈ અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ નીલમબેન ચૌધરીએ  ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘનાં હોદેદારોને જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં બાળકોના શિક્ષણ અને શિક્ષકોનાં હિત માટે ડાંગ ભાજપા પાર્ટી સંગઠન દ્વારા મને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.ત્યારે આ પવિત્ર કામગીરી જિલ્લા શિક્ષણ સમિતિ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સાથે મળીને કરવાની છે.ડાંગ જિલ્લામાં શિક્ષણની ગુણવત્તા અને શિક્ષકોનાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ડાંગ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ હરહંમેશ કટિબદ્ધ રહેશેની ચર્ચા વિચારણા કરી હતી.આ શુભેચ્છા મુલાકાત દરમિયાન ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિવ્યેશભાઈ સી.પટેલ,મહામંત્રી ચિંતનકુમાર એન.પટેલ,ખજાનચી દલપતભાઈ પટેલ,આતંરિક અન્વેષક કૃણાલભાઇ પટેલ, યશભાઈ વાડેકર હાજર રહ્યા હતા…LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here