નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ માં ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ સતત પાંચમી વખત અવ્વલ નંબરે આવી.

0
45નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ માં ઝઘડિયાની દિવાન ધનજીશા હાઇસ્કુલ સતત પાંચમી વખત અવ્વલ નંબરે આવી.

રાજ્ય પરીક્ષા બોર્ડ એસીબી દ્વારા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે તારીખ ૧૪.૩.૨૧ ને રવિવારના રોજ એન.એમ.એમ.એસ (નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ) પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ઝઘડિયા ના નૂતન કેળવણી મંડળ સંચાલિત દિવાન ધનજીશા હાઇસ્કુલ ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની અર્પિતા શિરીષભાઈ શાહ જિલ્લામાં મેરીટ માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે, અને આ સાથે બીજા સાત વિદ્યાર્થીઓ ધ્રુવ રસિક ભાઈ રાવળ, દેવાંશ દલસુખભાઈ વસાવા, મિશ્વા ધર્મેશભાઈ પટેલ, સુનિલ ભાવિન કુમાર શાહ, ચાર્મી દિનેશભાઈ મોદી, કશીશ રાજીવભાઈ શર્મા, શિવમ સતિષભાઈ વસાવા મેરિટમાં સ્થાન પામ્યા છે. આ સાથે દિવાન ધનજીશા હાઇસ્કુલ ઝઘડિયા નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ની પરીક્ષામાં સતત પાંચમી વખત અવ્વલ નંબરે રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓએ શિક્ષકોના માર્ગદર્શનની સાથે સાથે વાલીઓના સહકારથી ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે જે શાળા માટે ગૌરવની વાત છે. અહીં નોંધનિય છેકે આ વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ધોરણ ૧૨ ના અભ્યાસ દરમિયાન માસિક રૂપિયા એક હજાર એમ ચાર વર્ષ સુધી પ્રત્યેક વિદ્યાર્થીઓને કુલ રૂપિયા ૪૮,૦૦૦ શિષ્યવૃત્તિ નિયમ અનુસાર મળવાપાત્ર થશે. આ સફળ પરિણામ માટે શાળા પરિવાર વિદ્યાર્થીઓને તેમજ વાલીઓને અભિનંદન પાઠવે છે તેમ શાળાના આચાર્ય મુકેશભાઈ ટેલરે જણાવ્યું હતું.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here