ગરબાડા સરકારી હોસ્પિટલમાં વડોદરાના દાતાઓ દ્વારા બે ઑક્સિજન કોનસ્ટેટર મશીન ,પી.પી.ઈ કીટ તેમજ પલ્સ ઓક્સિમિટર ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા..

0
43


  1. ગરબાડા સરકારી હોસ્પિટલમાં વડોદરાના દાતાઓ દ્વારા બે ઑક્સિજન કોનસ્ટેટર મશીન , 100 પી.પી.ઈ કીટ તેમજ બે પલ્સ ઓક્સિમિટર ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા..

ગરબાડા તા.૨૦
દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી ની સેવાથી પ્રેરાઈને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજ ,ગરબાડા મામલતદાર કુલદીપ દેસાઈ , ગરબાડા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો.અશોક ડાભી, ડો.ભગીરથ બામણીયા અને દાહોદ જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પહાડિયા ના સહકારથી મૂળ ગરબાડા તાલુકાના સાહડા પાંચવાડા ગામના વતની અને હાલ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ ગોત્રી ખાતે ફોરેન્સિક મેડીસીનમાં ફરજ બજાવતા અને covid માં નોડલ ઓફિસર તરીકે કામગીરી કરતા ડો.હિતેશ રાઠોડ ના પ્રયત્નો થકી વડોદરાના દાતાઓ દ્વારા આજ કોરોના કાળની કપરી પરિસ્થિતિને ધ્યાન માં રાખીને ગરબાડા સરકારી હોસ્પિટલમાં (CHC) બે ઓકસીજન કોન્સર્ટર મશીન ૧૦૦ નંગ પી.પી.ઇ. કીટ બે પલ્સ ઓક્સિમિટર આપી એક માનવતાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડયું છે અને બીજાઓને પ્રેરણા રૂપ થાય તેવું કાર્ય કરવામાં આવેલ છે.જ્યારે ગામ સાહડાના રાઠોડ પરિવારની પુત્રી હર્ષવી અને ઋચિકા દ્વારા દર્દીઓ માટે ફળ ફલાદી તેમજ નાસ્તાના પેકેટ આપવામાં આવ્યા છે .
આ તમામ ઇકવીપમેન્ટ સહિતની સામગ્રી વડોદરાના સૂર્યકાંત પટેલ તથા ડો. હિતેષ રાઠોડના હસ્તે ગરબાડા CHC ના મેડિકલ ઓફિસર ડો.આર.કે.મહેતાને સુપ્રત કરવામાં આવી છે.source https://vatsalyanews.com/2021/05/20/donors-from-vadodara-donated-two-oxygen-constrictor-machines-ppe-kits-and-pulse-oximeter-equipment-at-garbada-government-hospital/

source https://vatsalyanews.com/2021/05/20/donors-from-vadodara-donated-two-oxygen-constrictor-machines-ppe-kits-and-pulse-oximeter-equipment-at-garbada-government-hospital-2/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here