તમને કોરોના નો ચેપ લાગ્યા બાદ તમે વેકસીન ક્યારે લઈ શકો ??? : જાણો સમગ્ર માહિતી

0
77જો તમને કોરોના નો ચેપ લાગ્યો ત્યારબાદ તમે વેકસીન ક્યારે લઈ શકો ??? : જાણો સમગ્ર માહિતી

કોવિડ-૧૯ ના નેશનલ એક્સપર્ટ ગૃપ ઓફ વેક્સીન એડમિનીસ્ટ્રેશન (NEGVEC) દ્વારા કોવિડ-૧૯ વેક્સીન ક્યારે લેવી એ અંગે માર્ગદર્શન અપાયું

રાજપીપલા : જુનેદ ખત્રી

કોવિડ-૧૯ના નેશનલ એકસપર્ટ ગ્રૃપ ઓફ વેકસીન એડમિનિસ્ટ્રેશન (NEGVEC) દ્રારા હાલની કોવિડ-૧૯ની પેન્ડમિક પરિસ્થિતિ, વૈજ્ઞાનિક પુરાવા અને અનુભવને ઘ્યાને લઇને કોવિડ-૧૯ વેકસીન અંગે માર્ગદર્શન આપવામાં આવેલ છે. NEGVEC દ્રારા નીચે મુજબની ભલામણ તા-૧૯-૫-૨૦૨૧ ના રોજથી કરવામાં આવેલ છે, જે ભારત સરકારશ્રી દ્રારા સ્વીકારેલ છે.

તદ્અનુસાર, કોવિડ-૧૯ ના નેશનલ એકસપર્ટ ગ્રૃપ ઓફ વેકસીન એડમિનિસ્ટ્રેશન (NEGVEC) દ્રારા કોવિડ-૧૯ વેકસિન લેવાનું મુલત્વી રાખવા કરાયેલી ભલામણ મુજબ જો કોઇ ને કોવિડ-૧૯ નો રિપોર્ટ પોઝિટિવ આવેલ હોય તેવા કેસમાં કોવિડ-૧૯ વેક્સીન રિકવરી પછી ૩ માસ સુઘી મુલત્વી રાખવી, કોવિડ-૧૯ ના દરદી જેમને મોનોકલોનલ એન્ટિબોડી અથવા પ્લાઝમા થેરેપી આપવામાં આવી હોય તેવા કેસમાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી કોવિડ-૧૯ વેક્સીન ૩ માસ સુઘી મુલત્વી રાખવી, કોવિડ-૧૯ નો પ્રથમ ડોઝ લીઘા ૫છી બીજા ડોઝનું શિડયુલ પુરૂં કરવાનું બાકી હોય અને કોવિડ-૧૯ નો ચેપ લાગ્યો તેવા કેસમાં કોવિડ-૧૯ બિમારીમાંથી રિકવરી થયાના ૩ માસ સુઘી કોવિડ-૧૯ વેકસીન મુલત્વી રાખવા જણાવાયું છે.

તેવી જ રીતે, કોઇ વ્યકિત જેને સામાન્ય બિમારીથી હોસ્પિટલમાં દાખલ થવાની અથવા આઇ.સી.યુ. કેરની જરૂર પડી હોય તેવા કેસમાં ૪-૮ અઠવાડિયા સુઘી કોવિડ-૧૯ વેકસીન મુલત્વી રાખવી, કોવિડ-૧૯ વેકસીન પછી અથવા જો કોવિડ-૧૯ બિમારી થઇ હોય તો RTPCR ટેસ્ટ નેગેટિવ આવ્યાના ૧૪ દિવસ પછી બ્લડ ડોનેટ કરી શકાશે, સ્તનપાન કરાવતી મહિલાઓ (ધાત્રી માતાઓ) ને કોવિડ-૧૯ વેકસીન લેવા માટેની ભલામણ કરવામાં આવેલ છે, કોવિડ-૧૯ વેકસીનેશન પહેલા વેકસીન લેનારનો રેપિડ એંન્ટીજન ટેસ્ટ (RAT) કરવાની કોઇ જરૂર નથી, તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,  જિલ્લા પંચાયત નર્મદા-રાજપીપલાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-2/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-3/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-4/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-5/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-6/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-7/

source https://vatsalyanews.com/2021/05/20/find-out-when-you-can-get-the-vaccine-after-you-have-a-corona-infection-8/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here