વાવાઝોડા બાદની પરિસ્થિતિને ધ્યાને લઇ ખેડૂતોએ મુલતવી રાખેલ પાકની કાપણી અનુકૂળ સમયે કરવા ખેતીવાડી અધિકારીનો અનુરોધ

0
65સંકલન: ઘનશ્યામ પેડવા

માહિતી બ્યુરો, મોરબી

આગામી અઠવાડીયાના હવામાનને ધ્યાને લઇ ચોમાસુ પાકના વાવેતર અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડૂતો માટે કર્યા મહત્વના સુચનો

તૌક’તે વાવાઝોડું ગુજરાતની સીમાએ ટકરાયા બાદ મોરબી જિલ્લાને નહીંવત અસર થવા પામી છે જેથી મોરબી જિલ્લાના ખેડૂતોનો ઊભો પાક બચી ગયેલ છે. જોકે વાવાઝોડાનાં કારણે મોરબી જિલ્લાના તમામ તાલુકાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ઊભા પાકમાં કોઈ પણ પ્રકારની નુકશાની જણાયેલ નથી. જિલ્લાના મોટા ભાગના ખેડૂતો દ્વારા ખેતરમાં ઊભા પાકની કાપણી મુલતવી રાખી અથવા કાપણી કરેલ પાકને સુરક્ષિત સ્થળે રાખી નુકશાની થતા અટકાવેલ છે.જિલ્લા ખેતીવાડી વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર આગામી અઠવાડિયા દરમ્યાન સુકું, ગરમ, ભેજવાળું, મોટાભાગે ચોખ્ખું હવામાન રહેવાની આગાહીને ધ્યાને લઇ મુલતવી રાખેલ પાકની કાપણી અનુકૂળતાએ કરવા તથા ખેતરમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયેલ પાણીનો નિકાલ કરવો જરૂરી છે.

આ ઉપરાંત ખેડીને તૈયાર રાખેલ ખેતરમાં વરસાદના કારણે ચોમાસું પાકના આગોતરા વાવેતર માટે અનુકૂળ પરિસ્થિતિ નિર્માણ થયેલ હોય અને પિયત માટેની સગવડતા હોય તેવા ખેતરમાં વરાપ થયે વેલડી મગફળી જીજી-૧૭ અને જીજી-૧૮ અને અર્ધ વેલડી મગફળી જીજી-૨૦,૨૨ નું વાવેતર કરવા ખેતીવાડી વિભાગ તરફથી ભલામણ કરવામાં આવી છે.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here