રાજપીપલા કોવિડ ૧૯ હોસ્પિટલમાં વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ સહિત તબીબો અને નર્સિંગ સ્ટાફની ભરતી કરાઈ

0
22રાજપીપલા કોવિડ ૧૯ હોસ્પિટલમાં વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ સહિત તબીબો અને નર્સિંગ સ્ટાફની ભરતી કરાઈ

જરૂર પડ્યે ૨૨ જેટલા જનરલ બેડને પણ ઓક્સિજન સુવિધા પુરી પાડવા કરાયેલી સુચારૂં વ્યવસ્થા

ફીઝીશીયનની મદદમાં વધુ ૨૪ તબીબી અધિકારીશ્રીઓની સેવાઓ ખડેપગે ઉપલબ્ધ : સ્થાનિકકક્ષાએથી ૪૪ જેટલી સ્ટાફનર્સની નિમણૂંક સાથે સેવારત કરાઇ

રાજપીપલાની વિજય નર્સિંગ હોમની લેબોરેટરી અને નર્મદા ડાયગ્નોસ્ટિકસ સેન્ટર સાથે થયેલા MOU થકી કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળના દરદીઓને લોહી તથા સીટીસ્કેન (HRCT) ના રિપોર્ટની ઉપલબ્ધ કરાઇ નિ:શુલ્ક સુવિધા

રાજપીપલા : જુનેદ ખત્રી

કોવિડ-૧૯ ની વૈશ્વિક મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોરોના પોઝીટીવ દરદીઓની સારવારમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા દરદીઓ માટે પૂરતાં પ્રમાણમાં ઓક્સિજનની જથ્થા ઉપલબ્ધિ માટેરાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે ઓક્સિજનના અવિરત પુરવઠા માટે ચાર અલાયદી લાઇનની ઇન્સ્ટોલેશનની તમામ કામગીરી પૂર્ણ કરાઇ છે. જેથી સેન્ટ્રલ ઓક્સિજન લાઇન દ્વારા હોસ્પિટલમાં ૨૦૦ બેડની સુવિધા અંતર્ગત ૧૬૮ બેડ જનરલ ઓક્સિજનવાળા અને ૧૦ બેડ વેન્ટીલેટર સાથેના ઓક્સિજનવાળા બેડ સહિત કુલ-૧૭૮ ઓક્સિજનવાળા બેડની સુવિધા ઉપલબ્ધ થઇ છે, જેમાં ૩ સ્પેશિયલ રૂમમાં ઓક્સિજનવાળા-૯ બેડની સુવિધાનો પણ સમાવેશ થાય છે. તદ્ઉપરાંત ૨૨ જેટલા જનરલ બેડને પણ જરૂર પડ્યે ઓક્સિજન સુવિધા પણ પુરી પાડી શકાય તેવી સુચારૂં વ્યવસ્થા કરવામાં આવી છે. તેની સાથોસાથ લિક્વીડ ઓક્સિજન માટેની પોટા ટેન્ક, ડ્યુરા ટેન્ક અને ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો પણ પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે.

અત્રે એ નોંધનીય છે કે, રાજપીપલામાં ૧૦૦ બેડની ક્ષમતા સાથે કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યરત થઇ ત્યારે  આ હોસ્પિટલમાં માત્ર ૮ બેડ જ ઓક્સિજનની સુવિધા સાથે ઉપલબ્ધ હતાં. ત્યારબાદ સમયાંતરે વખતોવખત ઓક્સિજનની સુવિધાવાળા વધુ બેડની જરૂરિયાત મુજબ તેમાં વધારો કરીને હાલની સ્થિતિએ હવે ૧૭૮ જેટલા બેડની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.

રાજપીપલાના સિવિલ સર્જન અને કોવિડ-૧૯ હોસ્પિટલના નોડલ અધિકારી ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ ઉક્ત જાણકારી આપતાં વધુમાં ઉમેર્યું હતું કે, હાલમાં ફીઝીશીયનની મદદમાં મેડીકલ ઓફિસરોની ભરતી માટે સ્થાનિકકક્ષાએ વિજ્ઞાપનની પ્રસિધ્ધિ મારફત ૧૨ જેટલા મેડીકલ ઓફિસરોની નિમણૂંક સાથે તેમની સેવાઓ ઉપલબ્ધ કરાઇ છે. તદ્ઉપરાંત જિલ્લા પંચાયતમાંથી પ્રતિનિયુક્તિ ઉપર અન્ય ૧૨ જેટલા બોન્ડેડ તબીબી અધિકારીઓની પણ અત્રે સેવાઓ લેવામાં આવી છે. એટલે હાલમાં ફીઝીશીયનની મદદમાં ૨૪ જેટલા તબીબી અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે.

સિવિલ સર્જન અને નોડલ અધિકારી ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફની ભરતી માટે પણ સ્થાનિકકક્ષાએ વિજ્ઞાપનની પ્રસિધ્ધિ મારફત ૪૪ જેટલી સ્ટાફનર્સની સેવાઓ લઇને તેમને સેવારત કરાયેલ છે. કોવિડ-૧૯ ની લેબોરેટરીની સુવિધા વધારવા માટે રાજપીપલાની વિજય નર્સિંગ હોમમાં કાર્યરત પટેલ લેબોરેટરી સાથે MOU કરાયેલ છે અને જિલ્લા કલેકટરશ્રી ડી.એ. શાહની સૂચનાનુસાર કોવિડ-૧૯ ના દરદીઓના સીટીસ્કેન (HRCT) માટે નર્મદા ડાયગ્નોસ્ટીક્સ સેન્ટર-રાજપીપલા સાથે MOU કરાયેલ છે અને રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર લેતા દરદીઓના લોહી તથા સીટીસ્કેન (HRCT) ના રિપોર્ટની સુવિધા વિના મૂલ્યે પૂરી પડવામાં આવે છે અને આ અંગેનો તમામ ખર્ચ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યો છે, તેમ પણ ડૉ.જ્યોતીબેન ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતુ

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-2/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-3/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-4/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-5/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-6/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-7/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-8/

source https://vatsalyanews.com/2021/05/19/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-9/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-10/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-11/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-12/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-13/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-14/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-15/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-16/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-17/

source https://vatsalyanews.com/2021/05/20/more-oxygen-beds-available-in-rajpipla-kovid-12-hospital-doctors-and-nursing-staff-recruited-18/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here