મોરબી જિલ્લામાં વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ સ્થગિત થયેલ કોરોના રસીકરણ પૂર્વવત કરાઇ

0
38નવી ગાઇડલાઇન અનુસાર કોવિશિલ્ડ વેકસીનનો બીજો ડોઝ ૧ર થી ૧૬ અઠવાડીયે અપાશે

તૌક’તે વાવાઝોડાની આગાહીના પગલે મોરબી જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી બંધ રાખવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જોકે વાવાઝોડાની પરિસ્થિતિ બાદ ફરીથી મોરબી જિલ્લામાં રસીકરણની કામગીરી પૂર્વવત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં અને મોરબી તાલુકામાં – સિવિલ હોસ્પીટલ મોરબી, સંસ્કાર ઈમેજિંગ સેન્ટર, લીલાપર અર્બન હેલ્થ સેન્ટર (પરસોતમ ચોક), સો ઓરડી અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ, સબ સેન્ટર રવાપર, વાંકાનેર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી, હળવદ તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પીટલ હળવદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર, ટંકારા તાલુકામાં – સામુહિક આરોગ્ય કેન્દ્ર ટંકારા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ માળીયા તાલુકામાં – પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ, આમ જિલ્લામાં કુલ ૧૫ (પંદર) સ્થળોએ કોરોના રસીકરણ કામગીરી ચાલુ કરવામાં આવી છે.

દરેક સ્થળોએ ૧૦૦ – ૧00 (સો – સો) લાભાર્થીઓને વેકસીન આપવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા કોવિશિલ્ડ વેકસીનના બીજા ડોઝનો સમયગાળો ૧ર થી ૧૬ અઠવાડીયા નકકી કરવામાં આવેલ છે. કોવિશિલ્ડ વેકસીનનો બીજા ડોઝ અંગેની સરકારશ્રીની નવી ગાઇડલાઇન સમગ્ર મોરબી જિલ્લાના તમામ લોકોને અનુસરવા મોરબી જિલ્લાના મુખ્ય જીલ્લા આરોગ્ય અધીકારી ડૉ. જે.એમ. કતીરા તેમજ જિલ્લા આર. સી.એચ. અધીકારી ડૉ. વિપુલ કારોલીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

source https://vatsalyanews.com/2021/05/20/postponed-corona-vaccination-resumed-in-morbi-district-due-to-hurricane-situation/

source https://vatsalyanews.com/2021/05/20/postponed-corona-vaccination-resumed-in-morbi-district-due-to-hurricane-situation-2/

source https://vatsalyanews.com/2021/05/20/postponed-corona-vaccination-resumed-in-morbi-district-due-to-hurricane-situation-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here