ઉદલપુર ખાતેથી ૧૭ વર્ષીય રાવળ પ્રિયંકાબેન રમેશભાઇ ૩૦ એપ્રિલ ૨૦૨૧ થી ગુમ થયેલ છે

0
28મહેસણા જિલ્લાના વિસનગર તાલુકાના ઉદલપુર ખાતેથી ૧૭ વર્ષીય રાવળ પ્રિયંકાબેન રમેશભાઇ ૩૦ એપ્રિલ ૨૦૨૧ થી ગુમ થયેલ છે.૩૦ એપ્રિલે બપોરે બે વાગ્યાના સમયે ઉદલપુર ગામેથી રાવળ કમલેશભાઇ રહેવાસી ગોઠવા કાયદેસરના વાલીપણમાંથી લલચાવી,ફોસલાવી કે અપહરણ કરી લઇ ગઇ ગુન્હો આચરેલ છે તેવી ફરીયાદ નોંધાઇ છે.રાવળ પ્રિયંકાબેન શરીરે ઘઉવર્ણ,મધ્યમ બાંધાના અને ગોળ ચહેરો છે.તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે તેમજ ધોરણ સાત સુધી ભણેલા છે. આ અંગેની કોઇ માહિતી કે ભાળ મળે તો નજીક પોલીસ સ્ટેશન તેમજ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન ટેલીફોન નંબર ૦૨૭૬૫-૨૩૧૩૦૦, સી.પી.આઇ કચેરી વડનગર ટેલીફોન નંબર ૦૨૭૬૨-૨૨૩૩૪૪, મહેસાણા કંટ્રોલ રૂમ ટેલીફોન નંબર ૦૨૭૬૨-૨૨૨૧૩૩, નો સંપર્ક સાધવાનો રહશે તેમ એ.એમ.રાઠવા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર ખેરાલું કેમ્પ વડનગરની અખબારી યાદીમાં જણાવાયું છે.

ખોવાયેલ વ્યક્તિની ભાળ મળે તો સંપર્ક કરો…..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here