આઇસર ગાડીમાં કતલ કરવાના ઇરાદે ક્રુરતા પુર્વક બાંધી રાખેલ ૧૮ મુંગા પશુઓને બચાવતી વેજલપુર પોલીસ

0
105


પંચમહાલ.કાલોલ
રિપોર્ટર સાજીદ વાઘેલા
ઉપલા અધિકારીઓની સુચના અને માર્ગદર્શન મુજબ જીલ્લામાં પશુ સંરક્ષણની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા અને સદંતર બંધ કરાવવા જરુરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે સીનીયર પો.સ.ઇ. આર.ડી.ચૌધરી તથા સેકન્સડ પો.સ.ઇ. એમ.એચ.નિસરતા સાથે વેજલપુર પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે.વિસ્તારમાં નાઇટ પેટ્રોસલગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ આર.ડી.ચૌધરી નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ગોધરા ખાતે રહેતો ફેસલ મુસ્તાક ઢુંઢીયા રહે.રહેમતનગર ચિખોંદ્રા રોડ ગોધરા નો તેના કબ્જાની આઇસર ગાડી નં.જીજે-૧૫-એ.ટી-૭૭૭૧ માં કેટલાક મુંગા પશુઓને કતલ કરવાના ઇરાદે વેજલપુર ઘુસર રોડ ઉપર પાણીની ટાંકી પાસે આવેલ તળાવની પાળના પાછળના ભાગેથી ટુંકા દોરડાથી ક્રુરતા પુર્વક બાંધી પાણી કે ઘાસચારાની કોઇ પણ વ્યવ્થા વીના પોતાની ઉપરોક્ત આઇસર ગાડીમાં ભરી કતલ કરવાના ઇરાદે ગોધરા ખાતે લઇ જવાનો છે. તેવી બાતમી મળતા બાતમીવાળી જગ્યાએ જતા આઇસર ગાડીના ડ્રાઇવર સીટ પર બેઠેલા એક ઇસમને ઝડપી લીધો હતો અને બે ઇસમો ભાગી ગયો હતાં ત્યારે આઇસર ગાડીમાં પોલીસે તપાસ કરતા ભેંસો નંગ-૧૮ કિંમત રૂ.૨,૭૦,૦૦૦/- તથા પાડી નંગ-૦૧ કિંમત રૂ.૫૦૦૦/- તથા તાડપત્રી નંગ-૦૧ કિંમત રૂ.૨૦૦૦/- તથા આઇસર ગાડીની કિંમત રૂ.૬,૦૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૮,૭૭,૦૦૦/- નો મુદામાલ ઝડપી પાડી મુંગા પશુઓ નંગ-૧૮ ને બચાવી લઇ કાયદેસર કાયવવાહી કરી પ્રશસંનીય કામગીરી કરવામાં આવેલ છે.source https://vatsalyanews.com/2021/05/20/vejalpur-police-rescue-17-dumb-animals-cruelly-tied-to-an-isar-vehicle-with-intent-to-slaughter/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here