વેજલપુર પોલીસે નાયક સોસાયટીમાંથી એક લાખ ઉપરાંતનો વીદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.આરોપી ફરાર

0
30પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવુતિઓ ને રોકવા સારૂ કામગીરી કરવા માટેની ઉપલા અધિકારીઓની સુચના અને માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ. આર.ડી.ચૌધરી નાઓને મળેલ ચોક્કસ બાતમી આધારે સેકન્સડ પો.સ.ઇ એમ.એચ.નિસરતા તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે વેજલપુર નાયક સોસાયટીમાં રહેણાક ઘરનાં પેટી પલંગમાથી તથા સેવરોલેટ સેઇલ ગાડી રજીસ્ટ્રેશન નં. જીજે-૦૬-એચએલ-૮૭૮૦માથી પેટીઓ નંગ-૪૨ માં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ૧૮૦ મી.લી.સુપર સ્પીડ વ્હસ્કી કંપનીનાં પ્લાસ્ટીકના શીલબંધ કવાટરીયા નંગ-૧૯૨૦/- ની કુલ કિંમત રૂ.૧,૩૪,૪૦૦/- તથા ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની ૧૮૦ મી.લી.રીયો વ્હસ્કી કંપનીના કાચના શીલબંધ કવાટરીયા નંગ-૪૮ કુલ કિંમત
રૂ.૪,૮૦૦/- તથા ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૧૮૦ મી.લી. ઇમ્પેરરયલ બ્લલ્યુ વ્હીસ્કી કંપનીના કાચના શીલબંધ કવાટરીયા નંગ-૪૮/- કિંમત.રૂ.૭,૨૦૦/- મળી કુલ કવાટરીયા નંગ-૨૦૧૬/- કુલ કિંમત રૂ.૧,૪૬,૪૦૦/- તથા ફોર વ્હીલ ગાડી ની કિંમત રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ કિંમત રૂ. ૩,૯૬,૪૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીબીશન નો ગણનાપાત્ર કેસ શોધી કાઢી નાશી જનાર બુટલેગર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગણનાપાત્ર કેશ શોધી કાઢી આરોપીને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here