આહવાની અભયમ ટીમે પદમડુંગરની યુવતીને ઘરભેગી કરી

0
56આહવાની અભયમ ટીમે પદમડુંગરની યુવતીને ઘરભેગી કરી

ડાંગ:-મદન વૈષ્ણવ

જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાના તળાવ પાસે જલારામ ગેરેજની સામે એક અજાણી યુવતિ બે ત્રણ કલાકથી રઝળપાટ કરતી હોવાની જાણ કોઈ સેવાભાવી વ્યક્તિએ, ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇનને કરતા કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલા જ આ યુવતિનુ સફળ રેસ્ક્યુ કરાયુ હતુ.

આહવાની ૧૮૧-અભયમ ટીમ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આ યુવતિ સાથે આત્મિયતા કેળવી પૂછપરછ કરતા તે નવસારી જિલ્લાના પદમડુંગરી ગામની હોવાનુ, અને અહીં ભૂલી પડી ગઈ હોવાનુ જણાવ્યુ હતુ. તેણીના પિતાનુ નામ રામલાલ પટેલ હોવાની જાણકારી પણ મળી હતી.

આ જાણકારીના આધારે આહવાની અભયમ ટીમ દ્વારા નજીકની વ્યારા ટીમ મારફત આ બાબતની ખરાઈ કરતા તેણીની સાચી ઓળખ પ્રસ્થાપિત થઇ શકી હતી. વારંવાર ઘરેથી કોઈને પણ જાણ કર્યા વગર ઘરેથી નીકળી જવાની આદત ધરાવતી આ યુવતીનો કબજો, વ્યારા અભયમ ટીમ મારફત આ યુવતિના પરિવારજનોને સોંપવામા આવ્યો હતો. પરિવારે વ્યારા તથા આહવાની ૧૮૧-અભયમ ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here