ડાંગ જિલ્લાનાં ઝાંખરાઈબારી નાકા પાસેથી બાઇક પર દારૂ ભરેલા થેલા સાથે એક ઇસમની ધરપકડ

0
51ડાંગ: મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં ઝાંખરાઈબારી નાકા પાસેથી બાઇક પર દારૂ ભરેલા થેલા સાથે એક ઇસમની ધરપકડ

ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ઝાખરાઈબારી નાકા પાસેથી વિદેશી દારૂ સાથે પોલીસની ટીમે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….
ડાંગનાં સુબીર તાલુકાનાં ઝાખરાઇ બારી સરહદી વિસ્તાર ખાતે આવેલ ફોરેસ્ટ ચેકીંગ નાકા પાસે સુબીર પોલીસની ટીમે રાત્રીનાં ૧૦ વાગ્યાના અરસામાં પેટ્રોલિંગ હાથ ધરી ચેકીંગ આરંભ્યુ હતુ.જે ચેકીંગ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી સુપર સ્પેલન્ડર લઇ એક ઇસમ પસાર થઇ રહ્યો હતો.તે વેળાએ આ બાઇક ચાલક મોહમ્મદબીલાલ સુલ્તાન પઠાણ પાસે વિમલનાં થેલામાં કોઈ ગેરકાયદેસર વસ્તુ હોવાની સુબિર પોલીસની ટીમને  શંકા જતા બાઇક ચાલકને રોકી થેલાની અંદર તપાસ કરતા ટેગો પંચ નામની વિદેશી બ્રાન્ડની બોટલ નં.૧૪૦ જેની બજાર કિંમત ૭૨૮૦,બાઇક કિ.૧૫ હજાર, મોબાઈલ એક નંગ સહિત કુલ ૨૩,૨૮૦નો મુદ્દામાલ કબજે કરી બાઇક ચાલકની સઘન પુછપરછ કરતા દારૂની બોટલ પીંપલનેર બારમાથી ખરીદી હોવાનુ કબૂલાત કર્યુ હતુ.જયારે સુબીર પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઇસમ મોહમ્મદબીલાલ સુલ્તાન પઠાણ આહવા (રહે પટેલપાડા) ની કોરોના સેમ્પલ રીપોર્ટ ટેસ્ટ કરાવી ગુનામાં કામમાં અટક કરી વધુ તપાસ હાથ ધરી હતી.જયારે મહારાષ્ટ્રનાં એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here