એક શખ્સે અંજાર માથી રીક્ષાની લુંટ કરીને નાશી જનાર શખ્સને ઝડપી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ.

0
61


રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- ભુજ શહેર બી.ડીવીજન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ, આર ડી ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી – ડીવી પો.સ્ટે એ.પાર્ટ ગુ.ર.નં- ૧૦૭૭/૨૦૨૧ ઇ.પી.કો.ક. ૩૯૨.૫૦૬ ( ૨ ) મુજબનો ગુનો ગત તા . ૧૬/૦૫/૨૦૨૧ ના રોજ જાહેર થયેલ હોઇ અને તેમાં આરોપી વિજય નરશીભાઇ સોરઠીયા રહે . નવાવાસ માધાપર તા.ભુજ વાળાએ ફરીયાદીને ધકબુશટનો માર મારી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી તેના કબજાની રીક્ષા રજી.નં.જી.જે .૧૨ એ.વાય,૦૬૯૪ કિ.રૂ. ૨૫,૦૦૦ / – વાળીની લુંટ કરીને નાસી ગયેલ હોવાની ફરીયાદ નોંધાવેલ હતી જે ફરીયાદ આધારે આરોપી વિજય નરશીભાઇ સોરઠીયા રહે,નવાવાસ માધાપર તા.ભુજ વાળો ગુનો કર્યા બાદ નાસતો ફરતો હોઇ સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ. પંકજભાઇ કુશવાહ નાઓએ બાતમી હકીકત આધારે માધાપર ગામેથી પકડી પાડેલ અને તે દારૂ પીધેલ હાલતમાં હોઇ તેના વિરૂધ્ધમા દારૂ પીધેલી હાલતમાં હોવાથી તે મનો પણ ગુનો નોંધવામાં આવેલ.બાદ સદર ગુના કામે તેને અટક કરવાનો હોઇ જેથી કોવિડ – ૧૯ અંગેનો ટેસ્ટ કરાવતા જે નેગેટીવ આવતા.

તા, ૧૮-૫-૨૦૨૧,ના સાંજ ના સાત વાગ્યે આરોપી ની અટક કરવામાં આવેલ અને લુંટ વિશે પુછપરછ કરતા તે ગુનાની કબુલાત આપતો ન હોઇ જેથી તેને નામદાર કોર્ટમાં રજુ કરી,બે દિવસના રીમાન્ડ મેળવેલ અને રીમાન્ડ દરમ્યાન ફરીયાદીની લુંટ કરેલ રીક્ષા બાબતે પોલીસ ઇન્સપેક્ટર, આર.ડી.ગોજીયા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર વી.આર.ઉલવા તથા સર્વેલન્સ સ્કોડ ઇન્ચાર્જ પંકજભાઇ કુશવાહ નાઓએ યુક્તી – પ્રયુક્તીથી પુછપરછ કરતા તેણે ફરીયાદીની લુંટ કરેલ રીક્ષા અંજાર થી વીડી ગામ તરફ જતા રસ્તા પાસે રાખેલ હોવાનું જણાવતો હોઇ જેથી આરોપીને સાથે રાખી પો.સબ.ઇન્સ . વી.આર.ઉલવા તથા પો.કોન્સ . રમેશભાઇ ઠાકોર તથા પો.કોન્સ . નટવરભાઇ પરમાર નાઓએ અંજાર ખાતે જઇ ફરીયાદીની લુટમાં ગયેલ રીક્ષાની તપાસ કરતા મળી આવેલ હોઇ જે રીક્ષા ગુના કામે રીકવર કરી ફરીયાદીનો લુટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર કરેલ છે. આરોપી પાસેથી કબજે કરેલ મુદામાલમા રીક્ષા રજી.નં.જી.જે .૧૨ એ.વાય . ૦૬૯૪ કિ.રૂ. રપ,૦૦૦,

અને આરોપી હાલે રીમાન્ડ હેઠળ હોઇ અને અત્રેના પોલીસ સ્ટેશનમાં ચોરી , લુંટ તથા મારા – મારીના ગુનાઓમાં અગાઉ પકડાઇ ગયેલ હોઇ તેણે આવા અન્ય બીજા કોઇ ગુનાઓ કરેલ છે કે બીજા કોઇ ગુના કામે તેની સંડોવણી છે કે કેમ ? તેની પુછપરછ ચાલુમાં છે અને આગળની તપાસ પો.સબ.ઇન્સ , વી.આર.ઉલવા નાઓ ચલાવી રહેલ છે. ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ શ્રી આર.ડી.ગોજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ વી.આર.ઉલ્વા તથા એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.કોન્સ . મહીપાલસિંહ ગોહીલ તથા પો.કોન્સ રમેશભાઇ ઠાકોર તથા પો.કોન્સ.નટવરભાઇ પરમાર એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ કામગીરી કરેલ.source https://vatsalyanews.com/2021/05/21/bhuj-city-b-division-police-speeding-a-man-who-robbed-a-rickshaw-from-anjar-and-went-missing/

source https://vatsalyanews.com/2021/05/21/bhuj-city-b-division-police-speeding-a-man-who-robbed-a-rickshaw-from-anjar-and-went-missing-2/

source https://vatsalyanews.com/2021/05/21/bhuj-city-b-division-police-speeding-a-man-who-robbed-a-rickshaw-from-anjar-and-went-missing-3/

source https://vatsalyanews.com/2021/05/21/bhuj-city-b-division-police-speeding-a-man-who-robbed-a-rickshaw-from-anjar-and-went-missing-4/

source https://vatsalyanews.com/2021/05/21/bhuj-city-b-division-police-speeding-a-man-who-robbed-a-rickshaw-from-anjar-and-went-missing-5/

source https://vatsalyanews.com/2021/05/21/bhuj-city-b-division-police-speeding-a-man-who-robbed-a-rickshaw-from-anjar-and-went-missing-6/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here