ડાંગ જિલ્લામાંથી “કોરોના” ને દેશવટો આપવા માટે “જનજાગૃતિ રથ”નુ કરાયુ પ્રસ્થાન

0
58ડાંગ:- મદન વૈષ્ણવ

તા.૨૦ થી ૨૭ મે દરમિયાન આહવા તાલુકાની ૧૯ ગ્રામ પંચાયતોના ૭૬ ગામોમા “કોરોના ટેસ્ટ” અને “વેક્સીનેસન” બાબતે જનજાગૃતિ કેળવાશે

ડાંગ જિલ્લાને ફરીથી “કોરોના મુક્ત” બનાવવાના સંકલ્પ સાથે જિલ્લા પ્રશાસનના સહયોગથી આગાખાન ગ્રામ સમર્થક કાર્યક્રમ, આહવા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાની ૧૯ ગ્રુપ ગ્રામ પંચાયત હસ્તકના ૭૬ ગામોમા વ્યાપક જનજાગૃતિ અભિયાન હાથ ધરવામા આવ્યુ છે.

ડાંગ કલેકટર શ્રી ભાવિન પંડયા, તથા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા ગ્રામીણ પ્રજાજનોમા “કોરોના ટેસ્ટ” અને “વેક્સીનેસન” બાબતે પ્રવર્તતી જુદી જુદી ગેરમાન્યતાઓને દુર કરી, કોરોના સામે લડવા માટેના આ બે અમોધ શસ્ત્રો અંગેની સાચી માહિતી આપવાના ઉદ્દેશ સાથે શરુ થયેલા આ “કોરોના જનજાગૃતિ રથ”નુ ગાઢવી ગામેથી પ્રસ્થાન કરાયુ હતુ.
તા.૨૦મી મે થી શરુ કરાયેલા આ “કોરોના જનજાગૃતિ રથ”ના માધ્યમથી પ્રથમ દિવસે ગાઢવી સહીત દિવાનટેમ્બ્રુન, જામલાપાડા, જામનવિહિર, ચનખલ, સુક્માળ, પીપલ્યામાળ, અને નિલશાક્યા ગામે જનજાગૃતિ કેળવવામા આવી હતી.

<span;> આ રથના પ્રસ્થાન વેળા ગાઢવીના સામાજિક કાર્યકર શ્રી બાબુરાવ ગાંગુરડે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ગાઢવીના તબીબી અધિકારી ડો.કિંજલ પટેલ તથા તેમની ટીમ, પ્રગતિ મહિલા મંચ-આહવાના પ્રમુખ ઉર્મિલાબેન ભોયે, આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ, આહવાના ક્લસ્ટર મેનેજર શ્રી કીર્તીભાઈ પટેલ, નીતાબેન પટેલ, પસોત્તમભાઈ દારા વિગેરેએ ઉપસ્થિત રહી લીલી ઝંડી આપી હતી. જનજાગૃતિ રથના પ્રસ્થાન કાર્યક્રમનુ સંચાલન સંસ્થાના રીબ્કાબેન વસાવા, અને અલ્પેશભાઈ દારાએ કર્યુ હતુ.

<span;> “કોરોના જનજાગૃતિ રથ”ના નિયત થયેલા કાર્યક્રમ અનુસાર તા.૨૧ના રોજ આ રથ ગોંડલવિહિર, મહાલપાડા, અને મોરઝીરા પંચાયતના કુલ ૧૨ ગામોમા ફરશે. જયારે તા.૨૨ ના રોજ ચિંચલી અને હાર્પાડાના ૧૨ ગામો, તા.૨૪ ના રોજ બોરખલ, ચોક્યા, અને વાસુરણાના ૧૫ ગામો, તા.૨૫ ના રોજ ટાકલીપાડા, ધવલીદોડ, અને ડોન પંચાયતના ૯ ગામો, તા.૨૬ ના રોજ ભવાનદગડ અને પીમ્પરી પંચાયતના ૧૫ ગામો, તથા તા.૨૭ મે ના રોજ આહવા અને ઘોઘલી ગ્રામ પંચાયત હસ્તકના ૪ મળી કુલ ૭૫ ગામોમા જનજાગૃતિ જગાવશે.

source https://vatsalyanews.com/2021/05/21/departure-of-janjagruti-rath-to-expel-korona-from-dang-district/

source https://vatsalyanews.com/2021/05/21/departure-of-janajagruti-rath-from-dang-district-to-deport-corona/

source https://vatsalyanews.com/2021/05/21/departure-of-janajagruti-rath-from-dang-district-to-deport-corona-2/

source https://vatsalyanews.com/2021/05/21/departure-of-janajagruti-rath-from-dang-district-to-deport-corona-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here