અરવલ્લીમાં “ખેલો ઇન્ડિયા યોજના” અંતર્ગત જિલ્લાકક્ષાએ ખેલો ઇન્ડિયા સેન્ટર (KIC’S) શરૂ કરાશે

0
39


અહેવાલ-ભરતસિંહ ઠાકોર મેઘરજ અરવલ્લી

સંસ્થાઓ,શાળાઓએ પોતાની દરખાસ્તો જીલ્લા રમતગમત અધિકારીની કચેરીએ ૨૪ મે ૨૦૨૧ના રોજ સુધી મોકલી શકશે
*******
ખેલો ઈન્ડિયા યોજના અંતર્ગત સંદર્ભ -૧ અંતર્ગત કેન્દ્ર સરકારની મહત્વ૨ની સ્કીમ “ખેલો ઇન્ડીયા” અંતર્ગત તેમજ સંદર્ભ -૨ વાળા પત્રથી થઇ આવેલ સુચના અંતર્ગત જિલ્લાકક્ષાએ “ખેલો ઇન્ડીયા સેન્ટર (KIC’S)” શરૂ કરવાના થાય છે જે અન્વયે અત્રેના અરવલ્લી જિલ્લામાં પણ “ખેલો ઇન્ડિયા સેન્ટર(KIC’S)”શરૂ કરવાના કરાશે.
“ખેલો ઇન્ડિયા સેન્ટર(KIC’S)” માં તાલીમ માટે ઓલમ્પિક – ૨૦૨૪ ને ધ્યાને લઇ ૧૪ રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ “ખેલો ઇન્ડિયા સેન્ટર(KIC’S)”માં વધુમાં વધુ ત્રણ રમતો તથા રમત દિઠ ઓછામાં ઓછા ૩૦ તાલીમાર્થીઓને લાભ મેળવી શકશે. આ “ખેલો ઇન્ડિયા સેન્ટર(KIC’S)” માટે પ્રત્યેક રમત દિઠ એક વખત મળવાપાત્ર શરૂઆતી સહાય રૂ.૫.૦૦ લાખ આપવામાં આવશે. ત્યારબાદ જરૂરી સ્ટાફનું માનદવેતન,નવા સાધનો ખરીદ કરવાના,સ્પોર્ટસ કિટ,સ્પર્ધામાં ભાગ લેવા માટે થનાર ખર્ચ માટે પ્રત્યેક રમત દિઠ વાર્ષીક મળવાપાત્ર સહાય રૂ.૫.૦૦ લાખ રહેશે.
ભારત સરકારની ગાઇડલાઇન અનુસાર અત્રેના જિલ્લામાં “ખેલો ઇન્ડિયા સેન્ટર(KIC’S)” શરૂ કરવા અંગે ભારત સરકાર અને ગુજરાતના રમત ગમત વિભાગ ધ્વારા માન.કલેકટરશ્રી મારફત યોગ્ય લાયકાત ધરાવતી શાળાઓ,સંસ્થાઓ પાસેથી દરખાસ્તો મંગાવેલ છે. જેમા ભુતપુર્વ વિજેતા ખેલાડીઓ કે જેઓ હાલ રમત પ્રશિક્ષણ આપતા હોય તેવા આ સાથે સામેલ ANNEXURE-II માં દર્શાવેલ યોગ્યતા મુજબ લાયકાત ધરાવતા ખેલાડીઓની વિગતો ANNEXURE-I-A અને પાંચ વર્ષથી વધુ સમયથી રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન પુરૂ પાડતી હોય તેવી સંસ્થાઓ,શાળાઓએ પોતાની દરખાસ્તો (વધુમાં વધુ ત્રણ રમતો માટે) તાત્કાલીક જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,અરવલ્લી ને તા.૨૪ મે ૨૦૨૧ના સાંજ ૦૫:૦૦ કલાક સુધી બિનચુક મોકલી આપવાની રહેશે.સમય મર્યાદા બાદ આવેલ દરખાસ્તને ધ્યાને લેવામાં આવશે નહી જેની નોંધ લેવી.source https://vatsalyanews.com/2021/05/21/district-level-khelo-india-center-kics-will-be-started-in-aravalli-under-khelo-india-yojana/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here