નર્મદા જિલ્લામાં NFSA  હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને વિનામૂલ્યે મે માસનું અનાજ વિતરણ

0
47નર્મદા જિલ્લામાં NFSA  હેઠળ સમાવિષ્ઠ લાભાર્થીઓને વિનામૂલ્યે મે માસનું અનાજ વિતરણ

નર્મદા જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી કુલ-૯૯,૩૪૦ કુટુંબોને  થઇ રહેલું અનાજ વિતરણ

રાજપીપલા : જુનેદ ખત્રી

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને  જિલ્લા પ્રશાસન દ્વારા અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે ત્યારે નર્મદા જિલ્લાના ગરીબ અને મધ્યમ વર્ગીય જરૂરીયાતમંદ પરિવારો અનાજ પુરવઠાથી વંચિત ન રહે તે હેતુસર જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને જિલ્લા પુરવઠા અધિકારી એન.યુ.પઠાણની દેખરેખ હેઠળ નાંદોદ તાલુકાના વિરપોર, તરોપા, જીઓરપાટી ગામ સહિત જિલ્લાની ૨૨૧ વાજબી ભાવની દુકાનેથી  તમામ NFSA ના લાભાર્થીઓને નાંદોદ તાલુકામાં-૨૫,૫૧૨, દેડીયાપાડામાં-૨૮,૭૫૩, સાગબારામાં-૧૮,૫૬૭, તિલકવાડામાં-૧૧૦૩૦ અને ગરૂડેશ્વર તાલુકામાં-૧૫,૪૭૮ કુટુંબો સહિત કુલ ૯૯,૩૪૦ કુટુંબોને માહે. મે, ૨૦૨૧ દરમિયાન દર માસે  રાષ્ટ્રીય  અન્ન સલામતી  કાયદા હેઠળ સમાવિષ્ઠ  લાભાર્થીઓને  મળવા પાત્ર રેગ્યુલર અનાજ તેમજ “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” હેઠળ વ્યક્તિદિઠ ૩.૫ કિ.ગ્રા ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રા.ચોખા વિનામુલ્યે લાભાર્થીઓને વિતરણ  કરવામાં આવી રહ્યું છે. તેની સાથોસાથ માહે. જૂન માસ દરમિયાન પણ ઉક્ત રીતે જ અનાજનું વિતરણ કરાશે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે,  અંત્યોદય કુંટુંબોને ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૧ કિગ્રા તુવેરદાળ, ૧ કિલો ખાંડ જેમાં ૩ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૩ થી વધુ વ્યક્તિ દીઠ ૩૫૦ ગ્રામ રાહત દરે આપવામાં આવી રહ્યું છે. ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ રાહત દરે ફાળવવામાં આવે છે. જયારે અગ્રતા ધરાવતા કુંટુંબને વ્યક્તિ દીઠ ૩.૫૦ કિલો ઘઉં, ૧.૫૦ કિલો ચોખા અને કાર્ડ દીઠ ૧ કિલો તુવેરદાળ રાહત દરે આપવામાં આવી રહી છે. આ ઉપરાંત તમામ બીપીએલ કાર્ડ ધારક કુંટુંબોને વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ અને ૧ કિલો આયોડાઇઝ મીઠું ૬ વ્યક્તિ સુધી કાર્ડ દીઠ અને ૬ થી વધુ વ્યક્તિ હોય તો ર કિલો કાર્ડ દીઠ  દર માસે રાહત દરે આપવામાં આવે છે.

source https://vatsalyanews.com/2021/05/21/free-distribution-of-foodgrains-for-the-month-of-may-to-the-beneficiaries-covered-under-nfsa-in-narmada-district/

source https://vatsalyanews.com/2021/05/21/free-distribution-of-foodgrains-for-the-month-of-may-to-the-beneficiaries-covered-under-nfsa-in-narmada-district-2/

source https://vatsalyanews.com/2021/05/21/free-distribution-of-foodgrains-for-the-month-of-may-to-the-beneficiaries-covered-under-nfsa-in-narmada-district-3/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here