રાજપીપલા માં પાલિકા દ્વારા સાફસફાઈ દવા છંટકાવ પરંતુ કેટલાક વિસ્તારો માં કચરા ના ઢગથી લોકો હેરાન

0
38


રાજપીપલા માં પાલિકા દ્વારા સાફસફાઈ દવા છંટકાવ પરંતુ કેટલાક વિસ્તારો માં કચરા ના ઢગથી લોકો હેરાન

રાજપીપલા શહેરમાં સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડર છંટકાવ સાથે સેનીટાઇઝેશનની કામગીરી કરાઈ

રાજપીપલા કચરાપેટી મુક્ત બન્યું પરંતુ કચરા મુક્ત ન બન્યું : શાકમાર્કેટ સહિત અન્ય વિસ્તારો માં કચરાના ઢગલા

રાજપીપલા : જુનેદ ખત્રી

ગુજરાતના “તાઉ-તે” વાવાઝોડા અને વરસાદ બાદ રાજપીપલા નગરપાલિકા દ્વારા કેટલાક વિસ્તરોમાં સાફ-સફાઇ, જંતુનાશક દવા-પાઉડરનો છંટકાવ ઉપરાંત ૬ જેટલા મશીનોથી સેનીટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે સરાહનીય છે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ પણ શહેરની સાફસફાઇ અને સ્વચ્છતાની ઉક્ત કામગીરીમાં વિશેષ લક્ષ આપી રહ્યાં છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર હેમેન્દ્રસિંહ માત્રોજાની રાહબરી હેઠળ નગરપાલિકાની ૪ જેટલી ટીમો ઉક્ત કામગીરીમાં જોડાઇ હતી. આ કામગીરી આગામી દિવસોમાં પણ નગરપાલિકા દ્વારા સતત જારી રાખીને શહેરના તમામ વિસ્તારોને આવરી લેવાશે તેવી કાર્યવ્યવસ્થા ગોઠવવામાં આવી  છે જે આવકાર્ય છે

સાથો સાથ જયેશ પટેલ જ્યારે રાજપીપલા નગરપાલિકાના ચીફ ઓફીસર હતા ત્યારે રાજપીપલા ને કચરા પેટી મુક્ત બનાવાયું હતું ઉપરાંત પાલિકા દ્વારા કચરો ઉઘરાવવા વાહનો પણ ફેરવવામાં આવે છે પરંતુ હજીયે કેટલાક નફ્ફટ લોકો સુધરવાનું નામ લેતા નથી અને જાહેરમાજ કચરો નાખવા જાણે ટેવાયેલા છે હાલ કોરોના મહામારી ચાલી રહી છે લોકોના જીવ જોખમ માં મુકાયા છે ત્યારે આવા લોકો ના કારણે અન્ય પ્રજાને હેરાન થવાનો વારો આવ્યો છે ત્યારે પાલિકા ત્વરિત આવા વિસ્તારોની સફાઈ કરે અને કચરો નાખતા તત્વો ઉપર લગામ લગાવે તે જરૂરી બન્યું છેsource https://vatsalyanews.com/2021/05/21/in-rajpipla-spraying-of-cleaning-medicine-by-the-municipality-but-annoying-people-with-piles-of-garbage-in-some-areas/

source https://vatsalyanews.com/2021/05/21/in-rajpipla-spraying-of-cleaning-medicine-by-the-municipality-but-annoying-people-with-piles-of-garbage-in-some-areas-2/

source https://vatsalyanews.com/2021/05/21/in-rajpipla-spraying-of-cleaning-medicine-by-the-municipality-but-annoying-people-with-piles-of-garbage-in-some-areas-3/

source https://vatsalyanews.com/2021/05/21/in-rajpipla-spraying-of-cleaning-medicine-by-the-municipality-but-annoying-people-with-piles-of-garbage-in-some-areas-4/

source https://vatsalyanews.com/2021/05/21/in-rajpipla-spraying-of-cleaning-medicine-by-the-municipality-but-annoying-people-with-piles-of-garbage-in-some-areas-5/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here