કાલોલ કસ્બા ટાઉન ની ડીપીમાં અગમ્યકારણોસર આગના ગોટેગોટા જોવા મળતા વિસ્તારમાં અફરાતફરી મચી.

0
31પંચમહાલ.કાલોલ
રિપોર્ટર સાજીદ વાઘેલા
કાલોલ ટીમલી ફળિયામાં પાસે આવેલી કસ્બા વિસ્તારની ડીપીમાં જીઇબીના કર્મચારીઓ સમારકામ કરતી વખતે અચાનક એમજીવીસીએલની ડીપીમાં અગમ્યકારણોસર આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી જેમાં આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ જોતજોતામાં આખીયે ડીપીમાં આગ પ્રસરી જવા પામી હતી જેમાં સ્થાનિક રહીશોએ રેતી અને પાણીથી લાગેલી આગ પર કાબુ મેળવી લીધો હતો ત્યાં સુધીમાં ડીપીના વાયરો બળીને ખાખ થઇ ગયા હતા.આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય એવું અનુમાન લગાવાઈ રહ્યું છે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી આ ડીપીના ધુમાડાના ગોટેગોટા જોવા મળતા જોતજોતામાં લોકોના ટોળાઓ જામી ગયા હતા.આગની લપેટમાં આવેલી ડીપીના કારણે કાલોલ કસ્બા વિસ્તારોમાં વિજપુરવઠો ઠપ્પ થઇ જતા ચાર પાંચ વિસ્તારોમાં અંધારપટ છવાઇ ગયો હતો આ ધટનાની જાણ કાલોલ તાલુકાના સબડિવિઝનના નાઇબ ઈજનેર દેવાંગભાઇ પરમારને કરવામાં આવતા તાત્કાલીક ધટના સ્થળે પહોંચીને વિજપુરવઠો પુર્નસ્થાપિત કરવાની તજવીજ હાથ ધરી તાબડતોબ વિજપુરવઠો ચાલુ કરીને ગંભીર મુશ્કેલી ટાળવામાં આવી હતી.

source https://vatsalyanews.com/2021/05/21/in-the-dp-of-kalol-kasba-town-chaos-broke-out-in-the-area-where-fires-were-seen-for-unknown-reasons/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here