રાજપીપળા BSNL કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરોને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા

0
68 

રાજપીપળા BSNL કંપનીના અંડરગ્રાઉન્ડ કેબલ ચોરોને ગણત્રીના કલાકોમાં ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા .

 

પરેશ બારીયા, ડેડીયાપાડા ; પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હરીકૃષ્ણ પટેલ , પોલીસ મહાનિરીક્ષક , YRIME વડોદરા વિભાગ તથા હિમકર સિંહ , પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને અંકુશમાં રાખવા સારૂ તેમજ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાના સુચના પગલે એ.એમ.પટેલ , પોલીસ ઇન્સ્પેક્ટર , એલ.સી.બી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો દ્વારા જીલ્લામાં બનતા મિલ્કત સબબ ગુનાઓને ડીટેક્ટ કરવાના પ્રયત્નોના ભાગરૂપે રાજપીપળા ટાઉન વિસ્તારનામાં BSNL ટેલીફોન કંપનીનો અન્ડર ગ્રાઉન્ડ કેબલ ચોરી થયા અંગે તા .૨૦ / ૦૫ / ૨૦૨૧ ના રોજ રાજપીપળા પો.સ્ટે . એ – પાર્ટ નં . ૦૦૩૯૯/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ . જે ગુનાની તપાસમાં એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. વિજયભાઇ ગુલાબસિંગ તથા અ.હે.કો. અશોકભાઇ ભગુભાઇ તથા અ.હે.કો. કિરણભાઇ રતિલાલ નાઓને સંયુક્ત રાહે મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે સદર ગુનાના કામે ( ૧ ) અમીતભાઇ મુળજીભાઇ વસાવા ( ૨ ) જીગરભાઇ અમૃતભાઇ વસાવા બન્ને રહે , ટેકરા ફળિયા રાજપીપળા નાઓએ કેબલ ચોરી કરેલ હોય જેથી ઉપરોક્ત જણાવેલ આરોપી નં . ( ૧ ) ના ઘરે ઝડતી તપાસ કરતા કેબલ ઉપરના પ્લાસ્ટીકના ઇસ્યુલેશન કવર તથા સળગાવેલ તાંબાના તાર પાંચ કિ.ગ્રા . જેટલા મળી આવતા ઉપરોક્ત આરોપી નં . ( ૧ ) તથા ( ૨ ) નાઓને ઝડપી પાડી ગુનાના કામે વિશેષ પુછપરછ કરતા તેઓએ આ કેબલ ચોરી કરી બીજા કેબલનું ઇસ્યુલેશન કાઢી તાંબાના તાર આરોપી ( 1 ) કાદરભાઇ મોહમંદભાઇ શેખ રહે , ખત્રીવાડ રાજપીપલા નાઓની ભંગારની દુકાને વેચાણ આપેલ હોવાની કબુલાત કરતા હોય જેથી કાદરભાઇની ભંગારની દુકાનેથી ૨૦ કિલો તાંબાનો તાર કબજે કરી કુલ્લે તાંબાનો તાર ૨૫ કિ.ગ્રા . જેની કુલ્લે કિ.રૂ. ૧૦,૦૦૦ / – ગણી ગુનાના કામે ઉપરોક્ત ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે રાજપીપલા પો.સ્ટે.માં સોંપી આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here