ખાવડા રોડ પર રૂદ્રમાતા ડેમની બાજુમાં આવેલ કચ્છ સફારી રીસોર્ટમાંથી તીન પત્તી નો જુગાર ઝડપી પાડતી એલસીબી પોલીસ ભુજ.

0
38
  1. રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- પશ્ચિમ કચ્છ ભુજ ની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર,એસ.જે.રાણા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.એમ.ગોહિલનાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પશ્ચિમ કચ્છ – ભુજના ટીમના કર્મચારીઓ પ્રેટ્રોલિંગમા હતા.ત્યારે ખાનગી રાહે બાતમી હકિ કત મળેલ કે,જસીબેન કાનજીભાઈ ચાડ( આહીર ).રહે સુમરાસર ( શેખ ),તા.ભુજ વાળી ભુજ – ખાવડા રોડ પર રૂદ્રમાતા ડેમની બાજુમાં આવેલ કચ્છ સફારી રીસોર્ટમાં ભાડેથી રૂમ રાખીને બહારથી ખેલીઓ બોલાવી પોતાના આર્થિક ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપાના વડે તીન પતીનો રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડે છે.જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ રેડ કરી નીચે મુજબના ઇસમોને ગંજીપાના વડે રૂપીયાની હારજીતનો જુગાર રમતા.પકડાયેલ ઇસમો જસીબેન કાનજીભાઈ ચાડ ( આહીર ) , (ઉ.વ .૪૪) , રહે.સુમરાસર ( શેખ ),તા.ભુજ રાધાબેન મુકેશ હીરાભાઈ માતા (આહીર),(ઉ.વ.ર ૩),રહે. સુમરાસર ( શેખ ),તા.ભુજ મુળ રહે સ્ટેશનની પાસે રતનાલ તા.અંજાર મીતાબેન ઉર્ફે માલા રમેશભાઈ ઠકકર,(ઉ.વ .૨૮), રહે . અંબીકા સોસાયટી અંજાર રમીલાબેન નરભેરામ મેધજીભાઈ ઠકકર (ઉ.વ .૪૬) હે.હાઉસીંગ બોર્ડની સામે નવી રાવલવાડી ભુજ,પ્રેમજી લખુ મહેશ્વરી , (ઉ.વ.૩ ર) રહે હરીપર તા.ભુજ દીનેશ રમેશ ડાગર. (ઉ.વ .30) રહે.વાલ્મીકીનગર,લોટસ કોલોની.ભુજ મુળ રહે.ગામ ઓલાદર,તા.કુંભલગઢ જી.રાજસમંદ ( રાજસ્થાન ) રમજુ ઈસ્માઈલ શેખ (ઉ.વ .૨૭) રહે . સુમરાસર ( શેખ )તા,ભુજ.

 

ખેલીઓ પાસે થી કબજે કરેલ મુદામાલ : – કુલ કિ.રૂા .૨,૬૧,૨૦૦,રોકડા રૂપિયા – ૧,૩૨,૬૦૦,ગંજીપાના નંગ-પર , કિં.રૂા,૦૦,મોબાઇલ ફોન નંગ -૭ કિં.રૂા .૩૦,૫૦૦,તુફાન ગાડી રજીસ્ટ્રેશન નંબર – GJ – 12 – X – 4467 , કિ.રૂ .૧,૦૦.૦૦૦,એમ કુલ કિ.રૂ. ૨,૬૩ ,૧૦૦- ના મુદામાલ સાથે તમામ આરોપીઓ વિરૂધ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવી આગળની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here