ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કોરોના આરોગ્યસેવા માટે રૂ. દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી.

0
70


મોરબી સરકારી હોસ્પિટલ માટે ICU ઓન વ્હીલ્સ એમ્બ્યુલન્સ પણ આ ગ્રાન્ટમાંથી ખરીદાશે

મોરબી–માળીય (મીં)ના ધારાસભ્ય  બ્રિજેશ મેરજાએ મોરબી પંથકની જેતે વખત ની કોરોના મહામારી વખતે દર્દીઓને  ઉપયોગી થવાય તે હેતુ સર રૂ. ૨૫ લાખની પોતાની ગ્રાન્ટતા. ૦૮.૦૪.૨૦૨૧ ના પત્રથી ફાળવેલી ત્યાર બાદવધુ રૂ. ૨૫ લાખ પણ આહેતુ માટેતા. ૧૩.૦૫.૨૦૨૧ના પત્રથી ફાળવેલી. હવે જ્યારે કોરોનાનું  સંક્રમણ ઘટી ગયું છે. પરંતુ નકરે નારાયણ અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પંહો ચીવળવા અને તેમાં પણ ખાસ કરીને બાળકો કોરોના સંક્રમણનો વધુ ભોગ બનશે એવી દહેશત સેવાઈ રહી છે.આબધી સ્થિતિ જોતાં ધારાસભ્ય એ પોતાની ગ્રાન્ટ માંથી બાકી રહેતી રૂ. ૧ કરોડની ગ્રાન્ટ પણ આરોગ્ય હેતુ માટે કલેક્ટરને હવાલે મૂકી છે. જેમાથી મોરબી સિવિલ હોસ્પીટલ માટે ખાસ  આઈ.સી.યુ ઓનવ્હીલ એમ્બ્યુલન્સ પણ ખરીદાશે જેથી ગંભીર દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ રિફર કરવાના થાય ત્યારે આવી ઓક્સિજન અને આઈ.સી.યુ ની સુવિધા સાથેની એમ્બ્યુલન્સની મોરબીના દર્દીઓના હિતમાં ખાસ જરૂર જણાતા ગ્રાન્ટ ફાળવી છે. તેમજ મોરબી સિવિલ હોસ્પીટલમાં બાળકો માટે પાંચ વેન્ટિલેટર, લિક્વિડ ઓક્સિજન ટેન્ક, ડ્યુરા ઓક્સિજન સિલિન્ડર (લિક્વિડ ઓક્સિજન સિલિન્ડર) ૧૦નંગ,જમ્બોડીટાઈપ ઓક્સિજન સિલિન્ડર નંગ૧૦૦ પણ આ ગ્રાન્ટમાંથી લેવામાં આવશે.

વધુમાં મોરબી – માળીયા (મીં) ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજન કન્સેનટ્રેટર, જેતપર – મચ્છુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે એમ્બ્યુલન્સ તેમજ માળીયા (મીં) ખાતે ઓક્સિજનલાન્ટ, માળીયા (મીં) હોસ્પિટલ માટે એમ્બ્યુલન્સ તેમજ મોરબી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ, માળીયા (મીં) ખાતેની સરકારી હોસ્પિટલ, જેતપર – મચ્છુ ખાતેનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ મોરબી તાલુકાનાં ભરતનગર અને રંગપર તેમજ માળીયા (મીં) તાલુકાનાં વાવાણિયા, સરવડ, ખાખરેચી આરોગ્ય પ્રાથમિક કેન્દ્રોમાં પણ આવા સિલિન્ડરો, મિનિ એમ્બ્યુલન્સ કે અન્ય આરોગ્ય આનુશાંગિક સેવાઓ માટે આ ગ્રાન્ટ ફાળવી છે.

આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારનો આરોગ્યપ્રદ સેવાના હેતુ માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પોતાની ધારાસભ્ય તરીકેની દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી છે.source https://vatsalyanews.com/2021/05/21/mla-brijesh-merja-allocates-full-grant-of-rs-1-5-crore-for-koros-healthcare/

source https://vatsalyanews.com/2021/05/21/mla-brijesh-merja-allocates-full-grant-of-rs-1-5-crore-for-koros-healthcare-2/

source https://vatsalyanews.com/2021/05/21/mla-brijesh-merja-allocates-full-grant-of-rs-1-5-crore-for-koros-healthcare-3/

source https://vatsalyanews.com/2021/05/21/mla-brijesh-merja-allocates-full-grant-of-rs-1-5-crore-for-koros-healthcare-4/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here