મોરબી કલેકટર કચેરીમાં આતંકવાદ વિરોધી દિન નિમિત્તે શપથ લેવાયા

0
80જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા કર્મચારીઓને શપથ લેવડાવાયા

દર વર્ષે સમગ્ર દેશમાં ર૧ મે ના દિવસે આતંકવાદ વિરોધી દિવસ તરીકે મનાવવામાં આવે છે તે અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા.આતંકવાદ વિરોધી દિન નિમિત્તે તમામ સરકારી-જાહેર ક્ષેત્રની કચેરીઓમાં આતંકવાદ અને હિંસાનો પૂરી તાકાતથી વિરોધ કરવા માનવજાતિના તમામ વર્ગો વચ્ચે શાંતિ, સામાજિક સદભાવ તથા મનમેળ કાયમ રહે તેમજ માનવજીવનના મૂલ્યો સામે આવનારા જોખમો અને વિઘટનકારી શક્તિઓ સામે લડવા માટે એકજુથ બનીને શપથ પણ લેવડાવવામાં આવે છે. મોરબી જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશીના અધ્યક્ષસ્થાને કોન્ફરન્સ હોલમાં સોશ્યિલ ડિસટન્સના નિયમોનું પાલન કરી અધિકારી ઓ અને કર્મચારીઓ દ્વારા શપથ લેવાયા હતા.

 LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here