ડાંગ જિલ્લા પંચાયતના અધિકારી, પદાધિકારીઓએ સામાજિક સદભાવના શપથ લીધા

0
38ડાંગ:-મદન વૈષ્ણવ

‘આતંકવાદ વિરોધી દિવસ’ તા.૨૧ મે ના રોજ સવારે ૧૧ વાગ્યે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, સહિત વિવિધ શાખાઓના અધિકારીઓ, કર્મચારીઓ ઉપરાંત જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી વિજયભાઈ ચૌધરી, બાંધકામ સમિતિના અધ્યક્ષ શ્રી ચંદરભાઈ ગાવિત વિગેરે જિલ્લા પંચાયત ભવન ખાતે સામુહિક સંકલ્પ લીધો હતો.

નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરીએ સંકલ્પ પત્રનુ સામુહિક વાંચન કરાવ્યુ હતુ.

અધિકારી, પદાધિકારીઓ એ ‘આપણે ભારતવાસીઓ દેશની અહિંસા, અને સહનશીલતા ની ઉચ્ચત્તમ પરંપરામા દ્રઢવિશ્વાસ રાખીએ છીએ, અને અમો આજના દિવસે કોઈ પણ પ્રકારના આતંકવાદનો મક્કમતાપૂર્વક મુકાબલો કરવાનો સંકલ્પ કરીએ છીએ’ તેવો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here