વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તાર માં રાશન કીટ તથા જરૂરી સામગ્રી મોકલવા આવી

0
52


રીપોર્ટર – દિપક રાજા – માણાવદર

વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તાર માં અર્જુનભાઇ આંબલિયા ની ટીમ દ્વારા રાશન કીટ મોકલવા ચાલી રહી છે જોરશોર થી તૈયારી તેમજ ટીમ ના ભાઈઓ રૂબરૂ જઈ ગ્રાઉન્ડ લેવલ ના કામો માટે પણ જહેમત ઉઠાવી

ગૌમાતા ને રાષ્ટ્રમાતા નો દરજ્જો આપવામાં આવે અને સંપૂર્ણ ભારત ગૌહત્યા મુક્ત થાય તથા ભારતીય સેનામાં જેમ જાતી ના નામ થી રેજીમેન્ટો છે તે રીતે આહીર રેજીમેન્ટ નુ નિર્માણ કરવામાં આવે. આ બે રાષ્ટ્રહિત ની માંગ સાથે 11 જાન્યુઆરી 2021 થી દિલ્હી શાંતિ પૂર્ણ ધરણા / આંદોલન કરતા આહીર અર્જુનભાઇ આંબલિયા ની ટીમ દ્વારા વાવાઝોડા અસર ગ્રસ્ત વિસ્તારમાં રાશન કીટ તથા જરૂરી સામગ્રી મોકલવા ચાલી રહી છે જોરશોર થી તૈયારી તેમજ ટીમ ના ભાઈઓ દ્વારા અસર ગ્રસ્ત વિસ્તાર માં રૂબરૂ જઈ ગ્રાઉન્ડ લેવલ ના કામો માટે પણ જહેમત ઉઠાવી છે. આહીર અર્જુનભાઇ આંબલીયા ની ટિમ દ્વારા  રેજાંગલા વોરિયર્સ ટિમ  બનાવી આ કાર્ય ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે કાર્યરત છે. એ જોઈ દરેક લોકો એ પ્રેરણા  લેવી જોઈએ કે એક તરફ દેશ લેવલ નું રાષ્ટ્રહિત માટે આંદોલન કરી રહ્યા છે. તેમ છતા આ કપરા સમયમાં  પોતાની ચિંતા કર્યા વગર લોકો ની મદદ માટે ટીમના ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

આ સરાહનીય કાર્ય જોઈ એવું લાગે છે કે લોકો માં ક્યાંક ને ક્યાંક હજી માનવતા છે. ટીમના ભાઈઓ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે અમારા ભાઈઓ ત્યાં રૂબરૂ જઈ ગ્રાઉન્ડ રિપોટિંગ કર્યું છે. પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. ત્યારે અમે દરેક ગામો, સંસ્થાઓ ,સંગાઠનો વગેરે ને મદદ માટે આગળ આવવા અપીલ કરીએ છીએ..

માર્ગદર્શન ની જરૂર પડે તો 8200589805

 

 source https://vatsalyanews.com/2021/05/21/ration-kits-and-necessary-materials-were-sent-to-the-hurricane-affected-area/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here