બેઝ ઓઇલનો ગેરકાયદેસરનો જથ્થો પકડી પાડતી ભુજ શહેરની બી ડિવિઝન પોલીસ

0
45રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- ભુજ શહેરના બી.ડીવીઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન સર્વેલન્સના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.પંકજકુમાર.આર.કુશવાહાના ઓ ને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે લોડાઇ ગામ તરફથી એક ટેમ્પા મા બેઝ ઓઇલ નો જથ્થો આવે છે.

તેવી બાતમી મળતા તુરંત જ વર્ક આઉટ કરી બેઝ ઓઇલનો જથ્થા સાથે પકડાયેલ આરોપી સચીન શીવજીભાઇ ચાડ (ઉ.વ .૨૦) રહે સુમરાસર ગામ તા,ભુજ આરોપી પાસેથી કબજે કરેલ મુદ્દામાલમાં બેઝ ઓઇલ લીટર આશરે ૩૯૦૦ કિ.રૂ .૨,૩૦,૧૦૦,એક ટાટા કંપનીનો ટેમ્પો જેના રજી.નં. GJ – 12 – AT – 7082 કિ.રૂ .૨,૫૦,૦૦૦, એક સેમસંગ કંપનીનો એન્ડ્રોઇડ મો.ફોન કિ.રૂ .૫,૦૦૦, ટોટલ મુદામાલ કિ.રૂ.૪.૮૫,૧૦૦,નુ મુદામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામા આવી હતી.

મકામગીરી કરનાર પોલીસ અધિકારી કર્મચારીઓ ઉપરોક્ત કામગીરીમા પો.ઇન્સ આર.ડી.ગોજીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ પંકજકુમાર કુશવાહા તથા પો.કોન્સ નવિનભાઇ જોષી તથા નીલેશ રાડા તથા શક્તિસિંહ જાડેજા તથા પુથ્વિરાજસિંહ જાડેજા તથા એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાય સફળ કામગીરી કરેલ.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here