નર્મદા જિલ્લા ખાતે તમારે “ખેલો ઇન્ડીયા” સેન્ટર શરૂ કરવુ હોય તો તા.૨૫ મી મે સુધી અરજી કરી શકશે : જાણો સમગ્ર માહિતી

0
51

 નર્મદા જિલ્લા ખાતે તમારે “ખેલો ઇન્ડીયા” સેન્ટર શરૂ કરવુ હોય તો તા.૨૫ મી મે સુધી અરજી કરી શકશે : જાણો સમગ્ર માહિતી

રાજપીપલા : જુનેદ ખત્રી

મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પોર્ટ્સ મિશન ડાયરેક્ટરેટ- સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આગામી ઓલમ્પિક-૨૦૨૪ ને ધ્યાને રાખી દરેક જિલ્લાઓમાં જિલ્લાકક્ષાએ ખેલો ઇન્ડીયા સેન્ટર સ્થાપવાનુ નક્કી કરવામાં આવેલ છે,  જે અંતર્ગત નર્મદા જિલ્લામાંથી સેન્ટર શરૂ કરવા માટે ભૂતપુર્વ વિજેતા ખેલાડીઓ કે જેઓ હાલ રમતનુ પ્રશિક્ષણ આપતા હોય, તેમજ છેલ્લા પાંચ વર્ષથી ઓલમ્પિક રમતોની તાલીમ આપતા હોય તેઓ ખેલો ઇન્ડીયા સેન્ટર માટે અરજી કરી શકશે. તેમજ ખેલો ઇન્ડીયા સ્કીમ અંતર્ગત જરૂરી સહાય આપવામાં આવશે. રસ ધરાવતા અરજદારોએ તા.૨૫ મી મે, ૨૦૨૧ ના રોજ  ઓફીસ સમય સુધીમાં જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, રૂમ નં-૨૧૭, બીજો માળ, કલેક્ટર કચેરી, નર્મદા ખાતે પોતાની દરખાસ્ત મોકલવાની રહેશે.

તદઉપરાંત, ઉક્ત અરજી કરનાર અરજદારે ઇન્ટરનેશનલ, નેશનલ, અથવા સ્ટેટકક્ષાએ વ્યક્તિગત અથવા ટીમ રમતમાં મેડલ વિજેતા હોવો જોઇએ. અને ખેલો ઇન્ડીયા ગેમ્સમાં નેશનલ મેડલ વિજેતા અથવા ભાગ લીધેલ હોવો જરૂરી છે. વધુ માહીતી માટે જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીનો સંપર્ક સાધવો તેમજ ઉપરોક્ત અરજી ફક્ત 14 IDENTIFIED SPORTS DISCIPLINES FOR EXCELLENCE IN OLYMPICS માટે જ કરવાની રહેશે. ( ઓલમ્પિકની ૧૪ રમતો માટે જ અરજી કરી શકાશે જેનુ લીસ્ટ જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરીએથી મળશે.) તેમ, જિલ્લા રમત-ગમત અધિકારી, નર્મદા-રાજપીપલા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવાયું છે

 

 

source https://vatsalyanews.com/2021/05/21/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information/

source https://vatsalyanews.com/2021/05/21/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-2/

source https://vatsalyanews.com/2021/05/21/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-3/

source https://vatsalyanews.com/2021/05/21/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-4/

source https://vatsalyanews.com/2021/05/21/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-5/

source https://vatsalyanews.com/2021/05/21/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-6/

source https://vatsalyanews.com/2021/05/22/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-7/

source https://vatsalyanews.com/2021/05/22/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-8/

source https://vatsalyanews.com/2021/05/22/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-9/

source https://vatsalyanews.com/2021/05/22/if-you-want-to-start-a-khelo-india-center-in-narmada-district-you-can-apply-till-may-8-know-all-the-information-10/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here