ડાંગ જિલ્લામાં નવ દર્દીઓને રજા અપાઈ.જ્યારે નવા દસ કેસ નોંધાતા કુલ આંકડો ૬૬૭ પર પોહચ્યો

0
55ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં નવ દર્દીઓને રજા અપાઈ.જ્યારે નવા દસ કેસ નોંધાતા કુલ આંકડો ૬૬૭ પર પોહચ્યો છે.સાથે વાનરચોંડનાં 43 વર્ષીય પુરૂષનું કોરોનાનાં કારણે મૃત્યુ નોંધાતા કુલ મરણઆંક 26 પર પોહચ્યો છે..

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 667 કેસો નોંધાઇ ચુક્યા છે.જે પૈકી 620 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 47 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.આ એક્ટિવ કેસો પૈકી 8 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, તથા 39 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.”કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 608 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે.જ્યારે 10748 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.જિલ્લામા આજની તારીખે કુલ 41 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 106 ઘરોને આવરી લઈ 469 વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે 39 બફર ઝોન (એક્ટિવ)મા 254 ઘરોને સાંકળી લઈ 1054 લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.કોરોનાને કારણે આજે નોંધાયેલ એક મૃત્યુ સાથે જિલ્લામા આજદિન સુધી કુલ ૨૬ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.ડાંગ જિલ્લામાં આજરોજ સિંગાણાનો 29 વર્ષીય યુવક,સાપુતારાની 35 વર્ષીય યુવતી,જામલાપાડાનો 15 વર્ષીય તરૂણી,વઘઇનો 26 વર્ષીય યુવક,કુડકસની 33 વર્ષીય યુવતી,આહવા ખાતેની 81 વર્ષીય વૃધ્ધા,14 વર્ષીય તરૂણી,41 વર્ષીય પુરૂષ,28 વર્ષીય યુવતી,તથા 58 વર્ષીય વૃદ્ધાનો કોવિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા વધુ તજવીજ હાથ ધરી હતી..LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here