નર્મદા જિલ્લામાં શનિવારે ૨૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : ૩૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

0
72
નર્મદા જિલ્લામાં શનિવારે ૨૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : ૩૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શનિવારે ૨૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં લીમડા ચોક ૦૧ , સોનિવાડ ૦૧, સંતોષ ચોકડી ૦૧, રાજપૂત ફળિયા ૦૧, તથા નાદોદ તાલુકામાં તરોપા ૦૧, સીસોદ્રા ૦૩, નારખડી ૦૨, અમલેથા ૦૧, થરી ૦૧, કરાઠા ૦૧, રાજુવડીયા ૦૧ ઉમરવા ૦૧, મોટા રામપુરા ૦૧, ગોપાલપુરા ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં કેવડિયા ૦૨, નવા વાઘપુરા ૦૧, તિલકવાડા તાલુકામાં બુજેઠા ૦૧, ફેરકુવા ૦૧, સુરવા ૦૧, સાહેબપુરા ૦૧ ,સાગબારા તાલુકામાં સાગબારા ૦૧ , ઉભરીયા ૦૧ સાથે જિલ્લામાં કુલ ૨૯ કોરોના પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૦ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૫૦ દર્દી દાખલ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૮ દર્દીઓ સારવાર હેઠળ છે આજે ૩૬ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૭૭૭ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૦૬૨ એ પહોચ્યો છે.આજે વધુ ૧૬૦૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે જિલ્લામાં આજે ૦૪ મોત નોંધાયા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here