રાજપીપળા સ્મશાનમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે : માછી સમાજે 1.65 લાખ દાન કર્યા

0
72
રાજપીપળા સ્મશાનમાં અદ્યતન સુવિધાઓ ઉભી કરાશે : માછી સમાજે 1.65 લાખ દાન કર્યા

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપળાનું સ્મશાન ગૃહ હવે અદ્યતન બનવા તરફ જઈ રહ્યુ છે.આગામી સમયમાં સ્મશાન ગૃહમાં આલીશાન ગાર્ડન, 2 ગેસ સઘડી, બિલ્ડીંગ તથા અંડર ગ્રાઉન્ડ ટાંકી, ગાર્ડન, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, ડેડ બોડી મુકવા માટેનું કોલ્ડ સ્ટોરેજ જેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવાનું આયોજન રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા હાથ ધરાઈ રહ્યું છે.

સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળાના કાર્યકર ગુંજન મલાવીયાએ જણાવ્યું હતું કે આગામી 50 દિવસમાં રાજપીપળાનું સ્મશાન ગૃહ અદ્યતન બની જાય એવા અમારા પ્રયાસો છે.જ્યારે સ્મશાન ગૃહ તૈયાર થઈ જશે ત્યારે લોકોને એ એક પ્રવાસન સ્થળ જેવું જ લાગશે.લગભગ 1 કરોડના અંદાજીત ખર્ચે સ્મશાન ગૃહમાં આલીશાન ગાર્ડન, 2 ગેસ સઘડી, બિલ્ડીંગ તથા અંડર ગ્રાઉન્ડ ટાંકી, ગાર્ડન, બેઠક વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, ડેડ બોડી મુકવા માટેનું કોલ્ડ સ્ટોરેજ જેવી અદ્યતન સુવિધા ઉપલબ્ધ કરાવવાનું અમારું આયોજન છે.હાલ તો અમને નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહ તરફથી સ્મશાન ગૃહના ગેસ આધારિત ગેસ સગડી પ્રોજેક્ટ માટે CSR ફંડ હેઠળ 15 લાખ તથા ધી નર્મદા ખાંડ ઉદ્યોગ લી.ધારીખેડા દ્વારા હસ્તે ઘનશ્યામ પટેલ તરફથી 5,00,000/- રૂપિયાનો સહયોગ પૂરો પાડવામા આવ્યો છે.તંત્રની મદદ અને પ્રજાજનોના સહયોગને ધ્યાને રાખી અમે આ પ્રોજેક્ટ વધુ મોટો બનાવવા તરફ જઈ રહ્યા છે.જેટલો વધુ સહયોગ મળશે તેટલી વધુ અદ્યતન સુવિધાઓ અમે સ્મશાન ગૃહમાં વિકસાવવાનો પ્રયત્ન કરીશું.

◆◆◆ રાજપીપળા સમસ્ત માછી સમાજે ઘરે ઘરે જઈ 1.65 લાખ ઉઘરાવી સ્મશાન ગૃહ માટે દાનમાં આપ્યા

રાજપીપળાનું સ્મશાન ગૃહ અદ્યતન બનવા તરફ જઈ રહ્યું છે.ત્યારે એના નિર્માણ માટે પ્રજા પણ સહકાર માટે આગળ આવી રહી છે.રાજપીપળા સમસ્ત માછી સમાજના યુવાનોએ ફક્ત 5 દિવસમાં સમાજના દરેક લોકોના ઘરે જઈ 1,65,201 રૂપિયા એકત્ર કરી સ્મશાન ગૃહના નિર્માણ માટે દાનમાં આપ્યા છે.માછી સમાજે સમસ્ત વૈષ્ણવ વણિક સમાજના યુવાનોને આ કામગીરીને આગળ વધારવા ખભાથી ખભા મિલાવી કામગીરીને આગળ વધારવાની શુભકામનાઓ આપી છે.અને કામગીરી માટે ભવિષ્યમાં આર્થિક અને શારીરિક મદદરૂપ બનવાની પણ ખાત્રી આપવામાં આવી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે જ્યારે લોકોના ઉપયોગ માટે જ આ કામગીરી થઈ રહી છે ત્યારે રાજપીપળા નગરપાલિકા પણ મદદ માટે આગળ આવે એ જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here