હળવદ ના અગરીયાઓ ને નુકસાન અંગે ચુકવણી કરવા માટે  ધારાસભ્ય એ મુખ્યમંત્રી ને  લખ્યો પત્ર  

0
34તાઉ તે વાવાઝોડાએ રણમાં મીઠું પકવતા અગરીયાઓ માથે કાળો કેર વરસાવ્યો છે જેમાં સાત મહિનાની કાળી મજુરી બાદ સફેદ અમૃત સમાન મીઠું પકવીને કારખાનાઓના પહોંચે તે પહેલાં જ વાવાઝોડાના કારણે મીઠું ધોવાણ થયું અને રસ્તાઓમા ભરાઈ ગયા પાણી આથી અગરીયાઓની મુશ્કેલીઓ વધી છે ત્યારે હળવદ ધાગંધ્રાના ધારાસભ્ય, માલવણ જિલ્લા પંચાયત સદસ્ય તાલુકા પંચાયત સદસ્ય સહિતના રણમાં અગરીયાઓના નુકશાન અંગે સ્થળ નિરીક્ષણ કરી મુખ્યમંત્રીને વળતર ચુકવવા માટે રજૂઆત કરી હતી.કચ્છના નાના રણમાં વાવાઝોડાના કારણે અગરીયાઓની સાત મહિનાની મહેનત પર વરસાદી પાણી ફરી વળતા મોટાં પ્રમાણમાં નુકસાન થયું છે અને રણમાં હજુ અગરીયાઓનુ મીઠું બહાર કાઢવાના તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ જતાં બહાર કાઢી શકાય તેમ નથી ત્યારે અગરીયાઓ ઉપર આભ તુટી પડ્યું હતું અને હળવદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને અને હળવદ ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાને લેખિતમાં રજૂઆત કરી હતી.જ્યારે મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે પ્રમુખ ચંદુભાઈ સિહોરાએ મળેલી બેઠકમાં અગરીયાઓ અને ખેડુતોને નુકસાન અંગે વળતરની માંગણીઓ અંગે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી હતી ત્યારે આજે હળવદ ધાગંધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયા અને માલવણ જિલ્લા પંચાયત સદસ્ય (છત્રસિંહ)પપ્પુ ભાઈ ઠાકોર રણમાં અગરીયાઓની વેદના સાંભળી હતી અને વળતર અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિતમાં રજૂઆત કરી હતી કે કચ્છના નાન રણમાં મીઠું પકવતા અગરીયાઓને તાઉ તે વાવાઝોડાના કારણે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેથી કરીને વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here