ફંગસનું સૌથી ખતરનાક રૂપ ગુજરાતમાં જોવા મળ્યું

0
120

ગુજરાતમાં મ્યૂકરમાઈસિસનો પ્રકોપ વધી રહ્યો છે. કોવિડથી સાજા થયેલા દર્દીઓમાં મ્યૂકરમાઈકોસિસ રોગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ફંગસનું સૌથી ખતરનાક રૂપ ગુજરાતમાં જોવા મળ્યું જેને જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા છે. સુરતમાં એક ૨૮ વર્ષના વ્યક્તિને કોઈપણ પ્રકારના લક્ષણો ન હોવા છતાં તેના મગજમાં ફંગસ જોવા મળી. મુશ્કેલીની વાત એ છે કે જે દર્દીના મગજમાં સામાન્ય ગાંઠ અથવા સોજાની ફરિયાદ નજર આવી રહી હતી હકિકતમાં તે ગાંઠ નહીં પરંતુ ફંગસ હતી. કોરોના બાદ મ્યુકરમાઈકોસિસમાં અનેક લોકોનો ભોગ લેવાયો યુવાનના મસ્તિષ્કમાં ફંગસ થતા તેનું કરુણ મોત થયું છે.

કોસંબાના યુવાનમાં મ્યુકરમાઈકોસિસમાં જોવા મળતા એક પણ લક્ષણો જોવા મળ્યા ન હતા તેમ છતાં તેનું મૃત્યુ થયું છે. ડૉક્ટર આ કેસને રેર ઓફ ધ રેર ગણાવ્યો છે. કારણકે રોગના નિદાન માટે જરૂરી એવા રીપોર્ટમાં પણ મ્યુકરમાઇકોસિસના લક્ષણો જોવા મળ્યા નહોતા.

અત્યાર સુધીનો અભ્યાસ પ્રમાણે આ એવો પ્રથમ કેસ છે જેમાં ફંગસ સીધી મસ્તિષ્કમાં જોવા મળી છે જ્યારે અન્ય કેસોમાં છેલ્લા તબક્કામાં ફંગસ મગજ સુધી પહોંચે છે. ડોક્ટરો માટે આ પરિસ્થિતિ ખૂબ જ પડકારજનક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here