મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ બન્યો છે

0
43







માળીયાના વર્ષામેડી ગામે બનેવીના  પિતાની સાળાએ છરીના ઘા મારી હત્યા કરી મોરબી જિલ્લામાં સતત બીજા દિવસે હત્યાનો બનાવ બન્યો છે, જેમાં માળીયા તાલુકના વર્ષામેડી ગામમાં વૃદ્ધની તીક્ષ્ણ હથિયાર ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં માળીયા પોલીસ દોડી ગઈ હતી મૃતદેહ ને પી.એમ.માટે હોસ્પિટલમાં ખસેડીને બનાવ અંગે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.બનાવની મળતી વિગત મુજબ માળીયા તાલુકાના વર્ષામેડી ગામે ભરતભાઇ ગગારામભાઈ વાઘેલા ઉ.વ.51 વાળા ગત સાંજે ગામમા હતા ત્યારે દિનુભાઈ ઉર્ફે નીનુ પ્રભુભાઈ મહાલીયા ઉ.વ.24 વાળાએ તીક્ષ્ણ હથિયારના ઘા માંરી હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતાં માળીયા પોલીસ દોડી ગઈ હતી, મૂર્તકના મૃતદેહબને પી.એમ. માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.તો બનાવ અંગે મૃતકના પત્ની ભાનુબેનએ માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 



LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here