ધોરણ 12ની બોર્ડની પરીક્ષાને લઇ મહત્વનો નિર્ણય

0
158

કોરોના સંક્રમણના કારણે સ્થગિત થયેલી CBSE-ICSE બોર્ડ પરીક્ષાઓ પર નિર્ણય લેવા માટે આજે કેન્દ્રીય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી. બેઠકની અધ્યક્ષતા રાજનાથ સિંહે કરી તથા રમેશ પોખરિયાલ નિશંક સહિત અન્ય કેન્દ્રીય મંત્રી શામેલ રહ્યાં હતાં. આ બેઠકમાં તમામ રાજ્યોએ પરીક્ષા આયોજિત કરવા માટે પોતાનો પક્ષ રાખ્યો છે અને સલાહસૂચનો પણ શેર કરી છે.

સરકારે પરીક્ષાઓ રદ ન કરવાનો નિર્ણય કર્યો છે. પરીક્ષાઓ જુલાઇ મહીનામાં આયોજિત થઇ શકે તેવી શક્યતા છે.

દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ કોરોનાની ત્રીજી લહેર વચ્ચે પરીક્ષાઓ આયોજિત કરવામાં ન આવે. તે સિવાય વિદ્યાર્થીઓને પહેલાના નંબરોના આધારે આગળ પ્રમોટ કરવામાં આવે. પરીક્ષાઓ આયોજિત કરતા પહેલાં બાળકોને વેક્સિન આપવામાં આવે તેવું મંતવ્ય આપેલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here