ઘરફોડ ચોરીના ગુન્હાને શોધી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડી ભુજ શહેરની બી ડીવીઝન પોલીસ ટીમ.

0
31રમેશ મહેશ્વરી દ્વારા

ભુજ કચ્છ :- ભુજ શહેર બી.ડીવીજન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ,આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી-ડીવી પો.સ્ટે ફર્સ્ટ ગુ.ર.નં-૧૧૭૪/ર૧ આઇ.પી.સી.ક.૪૫૪,૪૫૭,૩૮૦,મુજબ ના ગુના કામે ભુજ શહેર ના અમનનગર ચાર રસ્તા પાસે આવેલ સરહદ દુધ મંડળીમાંથી માલધરીઓ ને આપવા સારૂ રાખેલ રૂ.૪૦,૭૦૦/- રાખેલ હતા જે કોઇ ચોર ઇસમ તા.૨૧/૦૫/૨૦૨૧ ક.ર૦:૩૦ થી તા.૨૨/૦૫/૨૦૨૧, અંદાજે છ વાગ્યા ના કોઇપણ સમયે ચોરી કરી લઇ ગયેલ જે કામે અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ નો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીત શોધી કાઢવા સારુ સર્વેલન્સસ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.

તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર.આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે ચોરીમા ગયેલ મુદામાલ અગાઉ ઘરફોડ ચોરી મા પકડાયેલ મુસ્તાક ઉર્ફે અપરાધિ પોતાની સાથે રાખીને ફરે છે તેવી બાતમી હકિકત મળતા મજકુર ઇસમને પોતાના ઘરની પાસે થી રાઉન્ડપ કરી પો.સ્ટે લાવી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ કરતા ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત આપેલ અને મજકુર ની અંગઝડતી માંથી ચોરીમા ગયેલ તમામ મુદામાલ રીકવર કરેલ. મજકુરને નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ સારૂ મોકલાવી આપેલ છે અને આ કામેની આગળની તપાસ પીએસઆઈ,વી.આર.ઉલ્વા નાઓ ચલાવી રહેલ છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here