રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત રામકૃષ્ણ સેવા કેન્દ્ર બીલીમોરાના સંયુક્ત ઉપક્રમે જલારામ મંદિરના isolation સેન્ટર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

0
48 હાલમાં વિશ્વ વ્યાપી મહામારી ના કોરોના કાળ માં બ્લડ બેંકોમાં બ્લડ ની અછત ને ધ્યાનમાં રાખી ને ચરિતાર્થ કરતા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તા ૨૩/૫/૨૧ ના રવિવાર ના સવારના ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું સદર રક્તદાન શિબિરમાં કુલ ૨૫ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવેલ આ પ્રસંગે જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા ના ટ્રસ્ટી શ્રી ભગવતી પ્રસાદ દાસ મંત્રી શ્રી મગનભાઈ પટેલ ખજાનચી કમલેશભાઈ પટેલ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો હાજર રહી સેવા પૂરી પાડેલ હતી સાથે સાથે સાંપ્રત સમયની જરૂરિયાત ને ધ્યાનમાં રાખી તા ૨/૫/૨૧ થી તા ૩૦/૫/૨૧ સુધી સેન્ટર પણ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શરૂ કરવામાં આવેલ છે આ isolation સેન્ટરની મુલાકાતે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પરમાર તથા ગણદેવી ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલ તથા પ્રાંત અધિકારી શ્રી ડી.ડી જોગીયા સાહેબ તથા અર્બન હેલ્થ સેન્ટર બીલીમોરા ના ડોક્ટર રાજેન્દ્ર ગઢવી સાહેબ નગરપાલિકા ના પ્રમુખ વિપુલા બેન મિસ્ત્રી તથા પૂર્વ પ્રમુખ મનીષભાઈ નાયક તેમજ ભાજપ અગ્રણી વિજયભાઈ પટેલ પ્રજ્ઞેશભાઈ પટેલ તથા બીલીમોરા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી વિનય ભાઈ ડામોર પણ ઉપસ્થિત રહી માહિતી મેળવી હતી આમ જય જલારામ માનવ સેવા ટ્રસ્ટ બીલીમોરા માનવસેવાના દરેક કાર્યમાં હંમેશા અગ્રેસર રહી આજુબાજુના વિસ્તારમાં સેવાની સુવાસ ફેલાવી રહેલ છેLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here