દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું

0
58દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને અનાજ કિટનું વિતરણ કરવામાં આવ્યું


કોરોના મહામારી દરમિયાન લોકડાઉન ના કારણે લોકોના ધંધા અને રોજગાર બંધ હોવાથી ગરીબ અને મધ્યમવર્ગના લોકો સૌથી વધુ પ્રભાવિત થયા છે, આવા સમયમાં લોકોને મદદ કરવા કેટલીક સંસ્થાઓ આગળ આવી હતી, આજરોજ દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા રાજપારડી પોલીસના સહયોગથી ઝઘડિયા તાલુકાના ચોકી, પીપલપાન,ધોલી અને બલેશ્વર ગામમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દેશાઈ ફાઉન્ડેશનના ફીલ્ડ ઑફિસર ઊર્મિલાબહેન તેમજ રાજપારડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ જયદીપસિંહ જાદવના હસ્તે દસ દિવસ ચાલે એવી ૧૦૦ થી વધુ અનાજ કિટનું વિતરણ કરવામા આવ્યુ.દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટે એ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા તેમજ મહિલાઓને રોજગાર આપતી સંસ્થા છે.

 

ઈરફાન ખત્રી

રાજપારડીLEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here