જામનગરમાં મ્યુકોરમાયકોસિસ દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલ

0
31જામનગરમાં મ્યુકોરમાયકોસિસ બીમારી ધીરે ધીરે વિકરાળ બની રહી છે. છેલ્લા દસ દિવસમાં ત્રણ મોત સાથે દર્દીઓનો આંકડો ત્રણ ડીજીટમાં પહોચી જતા ફરી ચિંતાના વાદળો ઘેરાયા છે. સતત વધતા જતા દર્દીઓને લઈને જામનગર સિવિલ હોસ્પિટલ પ્રસાશને બે અલાયદા વોર્ડ ખોલી નાખ્યા છે.

કોવિડ હોસ્પિટલ ખાતે ૪૪ બેડ તથા જુની જી.જી.હોસ્પિટલ ખાતે ૩૦ મળી કુલ ૭૪ બેડની વ્યવસ્થા ઊભી કરાઇ છે. આ ઉપરાંત દર્દીઓ વધતા વધુ એક વોર્ડ ખોલી નાખવામાં આવ્યો છે. જામનગરમાં કોરોનાનું પ્રમાણ ઘટતા થોડી રાહત થઇ છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં બે અલાયદા વોર્ડ ખોલી નાખવામાં આવ્યા છે. છેલ્લા 12 દિવસમાં ૧૦૪ દર્દીઓ નોંધાયા છે. જેમના ૨૯ ગંભીર દર્દીઓના ઓપરેશન કરવામાં આવ્યા છે. જયારે અન્ય દર્દીઓ હજુ હોસ્પિટલના મ્યુકરમાય્કોસીસ વોર્ડમાં દાખલ છે. સતત વધતા જતા દર્દીઓના પ્રમાણ વચ્ચે હજુ એક પણ દર્દી ડીસ્ચાર્જ થયો નથી એ ગંભીર બાબત છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here