ડાંગ જિલ્લામા નવા બે કેસની સામે આઠ દર્દીઓને રજા અપાઈ : એક્ટિવ કેસ ૪૧ :

0
29ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામા આજે બે નવા કેસ નોંધાયા છે. જેની સામે આઠ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે.

ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૬૯ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૬૨૮ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૪૧ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે

એક્ટિવ કેસો પૈકી ૭ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, તથા ૩૪ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

“કોરોના સંક્રમણ” ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૬૦૮ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૦૭૪૮ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે.
જિલ્લામા આજની તારીખે કુલ ૪૧ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૧૦૬ ઘરોને આવરી લઈ ૪૬૯ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૩૯ બફર ઝોન (એક્ટિવ)મા ૨૫૪ ઘરોને સાંકળી લઈ ૧૦૫૪ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.
ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૨૬ RT PCR અને ૭૬ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૦૨ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૨૬ RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૪૯,૬૩૪ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૮,૯૪૧ નેગેટીવ રહ્યા છે.
વેકસીનેસન ની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૦૧ (૮૪ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૧૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૦૫૨ (૪૫+) ૪૮ ટકા નાગરિકો મળી કુલ ૩૫૦૭૨ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આજે નોંધાયેલ એક મૃત્યુ સાથે જિલ્લામા આજદિન સુધી કુલ ૨૬ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે.

આજે આહવા, અને પીપલદહાડ ખાતે એક એક કેસ પોઝેટિવ નોંધાવા પામ્યા છે.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here