નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : ૫૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

0
32
નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા : ૫૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ

રાજપીપળા : જુનેદ ખત્રી

આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં સંતોષ નગર ૦૧ , એચ.પી. મહેતા કોમ્પલેક્ષ ૦૧, સોનિવાડ ૦૧, હરસિધ્ધિ નગર ૦૨, શક્તિવીજય ૦૧, નાદોદ તાલુકામાં રજપરા ૦૧, મંગરોલ ૦૧, રામપરા ૦૨, સીસોદ્રા ૦૧, નવાપરા ૦૧, કાંદરોજ ૦૧ ઉમરવા ૦૧, નાવરા ૦૧ કરાઠા ૦૧ ગરુડેશ્વર તાલુકામાં ભીલવસી ૦૨, કેવડિયા ૦૧ , નવા વાઘપુરા ૦૧, ભુમાલિયા ૦૧, ખડગડા ૦૨ ગરુડેશ્વર ૦૧  તિલકવાડા તાલુકામાં નાના ગોચરિયા ૦૨, તિલકવાડા ૦૫, વાઘેલી ૦૧, સાહેબપુરા ૦૨ , સેવાળા ૦૨ બુજેઠા ૦૪ સાથે જિલ્લામાં કુલ ૪૦ કોરોના પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૪૧ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૩૯ દર્દી દાખલ છે પ્રાઇવેટ હોસ્પિટલમાં ૨૬ દર્દીઓ સારવાર હેઠળ છે આજે ૫૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૮૩૧ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૪૧૦૨ એ પહોચ્યો છે.આજે વધુ ૧૨૮૩ સેમ્પલ ચકાસણી હેઠળ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here