કાલોલના કંડાચ ગામે તોફાની કપીરાજ આખરે પાંજરે પુરાતા તંત્ર અને ગામના રહીશોમાં રાહત ની લાગણી પ્રસરી.

0
72પંચમહાલ.કાલોલ
રિપોર્ટર.સાજીદ વાઘેલા
કંડાચગામમા છેલ્લા બે દિવસથી એક કપિરાજ એ ધમાચકડી મચાવીને અંદાજીત ત્રણથી ચાર વ્યકિતઓ ને બચકાં ભરી લેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો .જોકે ગામનાં નાગરિકો દ્વારા વનવિભાગની ટીમને જાણ કરતા વનવિભાગ દ્વારા તાત્કાલીક પોતાની ટીમ સાથે કંડાચગામે પીંજરા ગોઠવી તોફાની કપિરાજ ને પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી જેમાં ગતરોજ કાલોલ તાલુકાના કંડાચ ગામના અનેક લોકો ને બચકા ભરી નાસી જતો વાનર આખરે શુક્રવારે વન વિભાગ દ્વારા મુકવામાં આવેલ પાંજરે પુરાઈ ગયો હતો છેલ્લા બે દિવસમાં ત્રણ વ્યક્તિ ને કરડી ને ભાગી જતો આ વાનરના ડર ને કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હતા.ખાસ કરીને મહિલાઓ અને બાળકો ખૂબ જ ડરી ગયા હતા.આખરે મસ્તીખોર વાનર પાંજરે પુરાતા કંડાચ ગામના રહીશોમાં આનદ ની લાગણી વ્યાપી ગઈ હતી અને લોકટોળા આ પુરાયેલા વાનર ને નિહાળવા એકત્ર થયા હતા.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here