મહેન્દ્રકુમાર પટેલએ ૮૨ વખત રક્તદાન કર્યું પૂર્વ ગૃહમંત્રી ના હસ્તે સન્માન કરાયું

0
34
તા.૨૨-૦૫-૨૦૨૧ ને શનિવારનાં રોજ અખિલ ભારતિય વિદ્યાર્થી પરિષદ, બેચરાજી શાખા દ્વારા પહેલા રક્તદાન પછી જ રસીકરણ નાં વિચારથી મહારક્તદાન અભિયાન અંતર્ગત રક્તદાન કેમ્પ પોપટ વસાની ધર્મશાળા, બેચરાજી ખાતે રાખવામાં આવેલ હતો, જેનું ઉદઘાટન ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી તથા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલનાં શુભ હસ્તે કરવામાં આવ્યુ હતુ.

બેચરાજીનાં સરપંચ દેવાંગભાઈ પંડ્યા, મહેસાણાં ABVP નાં અધ્યક્ષ નિકુલભાઈ પટેલ, રાકેશભાઈ જોષી, રાકેશભાઈ સોની, મનોજભાઈ પટેલ (પાર્થ મેડિકલ સ્ટોર્સ), જિમિતભાઈ પટેલ, સંજયભાઈ દરજી (જાયન્ટ્સ ગૃપ, બેચરાજી), ભરતભાઈ ચૌહાણ, જીતુભાઈ દરજી,પાર્થભાઈ નાયી (નગર મંત્રી), કિશનસિંહ ઝાલા (નગર મંત્રી) નાં સૌજન્યથી કાર્યક્મને સફળ બનાવાયો હતો.

જેમાં કાચરોલ ગામનાં વતની અને હળવદમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ.મહેન્દ્ર જે.પટેલે ૮૨ મી વખત રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યુ છે, જેઓ છેલ્લા ત્રીસ વર્ષથી વિવિધ સમાજસેવાની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. ડૉ.મહેન્દ્રભાઈ પટેલનું  ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી તથા પૂર્વ ગૃહમંત્રીશ્રી રજનીભાઈ પટેલે ભેટ અને પ્રમાણપત્ર આપી સન્માન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here