ડાંગમાં સુરતના મનહરલાલ લાપસીવાલા દ્વારા જરૂરિયાતમંદોને અનાજ અને કપડાંની કિટ વિતરણ કરાઈ

0
23ડાંગ:- મદન વૈષ્ણવ

ડાંગ ના ગામો માં  સુરતના  મનહરલાલ લાપસીવાલા દ્વારા  જરૂરિયાતમંદોને અનાજ, કઠોળ,અને કપડાં ની કીટો વિતરણ કરવામાં આવી .
          લોકડાઉનને કારણે શ્રમિકોની રોજગારી છીનવાઈ જતા આર્થિક પરિસ્થિતી ડામાડોળ બની છે. આવી કપરી પરિસ્થિતીમાં સમાજ સેવાને વરેલી અનેક સંસ્થાઓ અને વહીવટી તંત્ર ગરીબ અને જરૂરિયાતમંદોની વ્હારે આવ્યું છે.
<span;>ડાંગ જિલ્લા ના આદિવાસી અને જરૂરિયાત મંદ લોકોને અનાજકીટ વિતરણ કરી માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું  કોરોના મહામારીના જોખમ વચ્ચે પણ સુરત ના મનહર લાલ લાપસીવાળા સેવાભાવીઓનો જુસ્સો બરકરાર રહ્યો છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીની માફક સેવાભાવીઓ દ્વારા યથાશકિત સેવાનો ધોધ વહી રહ્યો છે. હાલ લોકડાઉનની સ્થિતિમા ગરીબ અને મજુર વર્ગના લોકોને અનાજ અને ભોજનની મુશ્કેલી થતી હોય અને આ સેવાકીય કાર્ય સુબીર તાલુકા ના બેહેડુન, સાવરપાડા, પીપલદહાડ, જોગથવા ગામે આ કોરોનાની મહામારીના દોરમાં  ભા.જ.પા ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી, સુબીર તાલુકા પંચાયતના પ્રમુખ બુધુભાઈ  કામડી.પીપલદહાડ શાળા ના મુખ્ય શિક્ષક  કનુભાઈ ગાવિત, સુરતના  મનહરલાલ લાપસીવાલા દ્વારા  જરૂરિયાતમંદોને અનાજ, કઠોળ,અને કપડાં ની કીટો વિતરણ કરવામાં આવી.LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here