મોરબી પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓએ B.COM.-SEM 1 ના રિઝલ્ટમાં ડંકો વગાડયો

0
47
મોરબી જીલ્લામાં અભૂતપૂર્વે પી.જી. પટેલ કોલેજના એક જ કલાસના ૧૧ વિધાર્થીઓએ ૧૦૦/૧૦૦ માર્કસ મેળવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં B.COM.-SEM 1 ના રિઝલ્ટમાં ડંકો વગાડયો

મોરબીમાં છેલ્લા ૧૫ વર્ષોથી વિધાર્થી જીવન ધડતરમાં ગેરાર અને ધન અને ફકત ભણતરને જ મહત્વ આપતી એકમાત્ર કોલેજે ફરી આ વર્ષે B.COM. / BBA ઓનલાઈન એજયુકેશનમાં પણ પોતાની સર્વોપરીતા સાબિત કરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રિઝલ્ટમાં ડંકો વગાડયો છે. આ સાથે B.COM. / BBA માટે મોરબીમાં જ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ધાર્યું પરીણામ મેળવી શકાય એ પી.જી. પટેલ કોલેજે સાબિત કરી બતાવ્યું. ભૂતકાળમાં પણ આ કોલેજના અનેક વિધાર્થીઓ આવું જ ઉચ્ચ પરીણામ મેળવી ચૂકેલા છે,

કોરોનાના આ કપરા સમયમાં પણ નવી પદધતી મુજબ ઓનલાઈન  એજયુકેશનમાં પૂરેપૂરું એજયુકેશન વિધાર્થીઓને આપી એક જ કલાસના ૧૧ વિધાથી એકાઉન્ટીંગ વિષયમાં ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવવામાં સફળ થયા છે, તથા ૫ વિધાર્થીઓ ૧૦૦ માંથી ૯૯ માર્કસ મેળવવામાં સફળ થયા છે ૧૦૦ માંથી ૧૦૦ માર્કેરા મેળવનાર વિધાર્થીઓ બાવરવા ભાર્ગવ, ચંદરણા બંસી, પાઠક શિવમ, કાલાવાડીયા અંકિતા, વૈષ્ણવ બંસી, પરમાર કાનજી, આદ્રોજા ઉત્સવ, કોટેચા હેલી, કાનાબર આનંદ, સિધ્ધપુરા ખુશી, પાટડિયા અવની

મોરબી જિલ્લામાં પી.જી. પટેલ કોલેજનું આવું ઝળહળતું પરીણામ મેળવવા બદલ કોલેજ સંસ્થાના આધસ્થાપક દેવકરણભાઈ આદ્રોજા, જતિનભાઈ આદ્દોજા, પ્રિન્સીપાલ ડો. રવિન્દુ ભટ્ટે કોલેજના પ્રાદયાપકોને પણ બિરદાવ્યા હતા તથા કોલેજના વિધાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here